આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

શ્વાસના રોગીઓ ઉપર કોઈ વેક્સિન ૧૦૦% કારગર નથી , આઈસીએમઆર ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી

શ્વાસના રોગીઓ ઉપર કોઈ વેક્સિન ૧૦૦% કારગર નથી , આઈસીએમઆર ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી

ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે શ્વસન તંત્રના રોગ સામે કોઈપણ વેક્સીન ૧૦૦ ટકા અસરકર્તા નથી હોતી. ૫૦થી લઈને ૧૦૦ ટકા સુધીની અસરકારક વેક્સીનને પણ કદાચ કોરોના સામે લડવા માટે મંજૂરી આપી દેવામાં આવી શકે છે. જોકે તેમણે ઉમેર્યું કે અમે અપેક્ષા કરીએ છીએ કે જે પણ વેક્સીન મંજૂરી માટે આવે તે અસરકારકતા મામલે ચોક્કસ વધુ નંબર ધરાવતી હોવી જોઈએ. ડો. ભાર્ગવે કહ્યું કે શ્વસન તંત્રના રોગની કોઈપણ વેક્સીન ૧૦૦ ટકા અસરકાર પુરવાર થઈ શકે નહીં. ડબલ્યુએચઓએ કહ્યું છે કોઇ પણ વેક્સીમાં ત્રણ મહત્વની વસ્તુ હોવી જોઈએ એટલે તેનો ઉપયોગ કરી શકાય છે. પહેલી સેફ્ટી તે ઉપયોગ માટે સુરક્ષિત હોવી જોઈએ. બીજી ઇમ્યુનોજેનિસિટી એટલે કે શરીરમાં રહેલા વાયરસ સામે રોગપ્રતિકારક ક્ષમતા વધારતી હોવી જોઈએ અને ત્રીજી તે અસરકારક પૂરવાર થવી જોઈએ. ડબલ્યુએચઓએ કહ્યું છે કે ૫૦ ટકા અસરકારકતા દર્શાવતી વેક્સીનને પણ મંજૂરી આપી શકાય છે. કોરોના વાયરસની રસીના ઉમેદવારમાં ઓક્સફર્ડ વેક્સીને તેના પ્રાથમિક તબક્કાના ટ્રાયલમાં ખૂબ જ ઉત્સાહવર્ધક પરિણામ આપ્યા છે. આ ટ્રાયલમાં જણાયું છે કે વેક્સીન સુરક્ષિત છે અને રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે સક્ષમ છે. રેગ્યુલેટરી ઓથોરિટીએ કહ્યું કે સ્થાનિક સ્તર પર તૈયાર થઈ રહેલી વેક્સીન પણ ખૂબ જ આશાસ્પદ ઉમેદવાર છે. કારણ કે તેનું કમ્પોઝિશન ખૂબ જ સરળ છે અને સુરક્ષિત હોવા અંગે પણ ટ્રાયલ દરમિયાન જણાઈ રહ્યું છે. આઈસીએમઆર તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગઈ કાલે દેશના સેન્ટ્રલ ડ્રગ એન્ડ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ જાહેર કરતા કહેવામાં આવ્યું હતું કે સંશોધકોએ એવી રસી માટે વધુ મહેનત કરવાની જરુરી નથી જેનાથી કોરોનાને થતો અટકાવી શકાય પરંતુ તેના કરતા વધુ એવી રસી લાવવાની જરુરે છે જેનાથી વ્યક્તિમાં કોરોનાના ગંભીર સ્થિતિમાં પહોંચતો અટકાવી શકાય. કોરના રસી વિકસાવવા અંગે ડ્રાફ્ટ રેગ્યુલેટરી ગાઇડલાઇન્સમાં ઓથોરિટીએ કહ્યું કે તેઓ રસીના ત્રીજા તબક્કામાં વોલન્ટીયર્સમાં ૫૦ ટકા જેટલી પણ ઇમ્યુનિટી વધારતી રસીને મંજૂરી આપશે. જોકે હજુ સુધી મોટાભાગની તમામ અગ્રણી વેક્સીનના ટ્રાયલના વિવિધ તબક્કામાં ખૂબ જ ઉત્સાહજનક પરિણામ મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને રસીનો બીજો શોટ લીધા પછી વોલન્ટીયર્સમાં રોગપ્રતિકારક ક્ષમતા ખાસ્સી વધી રહી છે. કોવિડ -૧૯ રસી
અસરકારક છે તેની ખાતરી કરવા માટે, પ્લેસિબો-નિયંત્રિત અસરકારકતા ટ્રાયલ માટે પ્રાથમિક અસરકારકતાનો અંદાજ ઓછામાં ઓછો ૫૦% હોવો જોઈએ, સીડીએસસીઓ દ્વારા કોવિડ-૧૯ને અનુલક્ષીને રસી વિકસીત કરવાની ખાસ ગાઈડલાઈન્સમાં આ જણાવ્યું છે જે અંગે તેમણે સોમવારે કોવિડ- ૧૯ને ધ્યાને રાખતા ખાસ કિસ્સામાં આ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. સીડીએસસીઓની આ ગાઈડલાઈન્સ ડબલ્યુએચઓ અને અમેરિકાની એફડીએના પ્રમાણે છે. મહત્વનું છે કે દેશમાં હાલ ત્રણ વેક્સીનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે.જ્યારે રશિયા દ્વારા વિકસાવવામાં આવેલ રસી માટે પણ હ્યુમન ટ્રાયલ માટે ટૂંક સમયમાં મંજૂરી આમગવામાં આવી શકે છે.આ તમામ વેક્સીનમાં જે સૌથી વધુ આશાસ્પદ રીઝલ્ટ આપી રહી છે તેમાં સૌથી આગળ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદન કરવમાં આવનાર અને એસ્ટ્રાઝેનેકા અને યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સીન છે. જે તેના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છએ. જ્યારે બીજી બે વેક્સીન જેનું હ્યુમન ટ્રાયલ થઈ રહ્યું છે તેમાં ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સીન છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button