સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વેક્સીનનું ઉત્પાદન શરૂ કર્યું , વેક્સિન ઉત્પાદનના મામલે વિશ્વની મોટી કંપની
સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વેક્સીનનું ઉત્પાદન શરૂ કર્યું , વેક્સિન ઉત્પાદનના મામલે વિશ્વની મોટી કંપની
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં કોવિડ-૧૯ વેક્સીન કેન્ડિડેટનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન ઉત્પાદન મામલે દુનિયાની સૌથી મોટી કંપની છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને ભારતમાં આ વેક્સીનનું ટ્રાયલ કરાવી રહી છે. સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી વેક્સીન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોડાગેનિક્સના સીડીએક્સ-૦૦૫ને વિકસિત કરશે, જેને ઈન્જેક્શનને બદલે આંતરિક રીતે આપવામાં આવશે. જેમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી સંભવિત રીતે મોટા પ્રમાણમાં ઉત્પાદન સામેલ છે. તેના માટે વેક્સીન વિશ્વ સ્તર પર વિકસિત અને પરીક્ષણ માટે મોકલવામાં આવી રહી છે. તે ઉપરાંત મોડર્ન ઈંક, ફાઈઝર ઈંક અને એસ્ટ્રાજેનેકા પીએલસીના ઉમેદવાર પહેલેથી જ છેલ્લા તબક્કાના પરીક્ષણોમાં છે. ઉલ્લેખનીય છે કે, પુનાની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પહેલા જ ઓક્સફર્ડના પ્રોજેક્ટમાં કોલેબરેશન કરેલું છે. જો ઓક્સફર્ડની વેક્સીન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી નહીં આવે. આ કંપનીએ છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠ નામની એ કંપની સાથે ટાઈ-અપ કરી રાખ્યું છે, જે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે મળીને વેક્સીન તૈયાર કરી રહી છે. જણાવી દઈએ કે, આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, અમારી એક વેક્સીન કેન્ડિડેટ ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. સરકાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઉપરાંત ઘણી ફાર્મા કંપનીઓના સંપર્કમાં છે અને વધુમાં વધુ વેક્સીન મેળવવા ઈચ્છે છે. જો, આઈસીએમઆર અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ‘કોવેક્સીન’ અને ઝાયડસની કેડિલાની ઢઅર્ઝ્રફ-ડ્ઢ ટ્રાયલમાં સફળ થાય છે, તો તેના ઓર્ડર પણ આપવમાં આવી શકે છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/