લેસર ગાઈડેડ એન્ટી મિસાઈલ ટેન્કનું ભારતમાં સફળ પરીક્ષણ , ચીન સાથેના તનાવ દરમિયાન ડીઆરડીઓને મહત્વની સફળતા
લેસર ગાઈડેડ એન્ટી મિસાઈલ ટેન્કનું ભારતમાં સફળ પરીક્ષણ , ચીન સાથેના તનાવ દરમિયાન ડીઆરડીઓને મહત્વની સફળતા
લદ્દાખ સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ભારતમાં હથિયારો વિકસિત કરતી સંસ્થા ડીઆરડીઓને એક મહત્વની સફળતા મળી છે. ડીઆરડીઓ દ્વારા બુધવારે લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલી કે કે રેન્જમાં આ પરિક્ષણ કરાયું હતું. ભારતીય સેનામાં વપરાતી અર્જુન ટેન્ક પરથી આ ગાઈડેડ મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સફળતા માટે ડીઆરડીઓને અભિનંદન આપ્યાં હતાં. ડીઆરડીઓના કહેવા પ્રમાણે આ મિસાઈલ ત્રણ કિલોમીટરના અંતર સુધી ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.તેને એક કરતા વધારે લોન્ચ પ્લેટફોર્મ પરથી ઉપયોગમાં લઈ શકાય છે.હાલમાં તેનો ઉપયોગ ટેન્ક પરથી કરવા માટેના પ્રયોગ ચાલી રહ્યા છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારતને ડીઆરડીઓ પર ગર્વ છે.આ પ્રકારની ટેકનોલોજીથી દેશની આયાત પરની ર્નિભરતા ઓછી થશે. દરમિયાન, અમેરિકાએ ભારતને તેના સૌથી ઘાતક એમક્યુ-૯એ રીપર ડ્રોન વેચવાનુ નક્કી કર્યુ છે.આ ડ્રોનનો દુનિયામાં બીજા કોઈ ડ્રોન મુકાબલો કરી શકે તેમ નથી.આ ડ્રોન ઘાતક હેલફાયર મિસાઈલ્સથી સજ્જ હોય છે.ભારત અને અમેરિકા વચ્ચે થનારી આ હથિયારની સંભવિત ડીલથી ચીન જ નહી પાકિસ્તાન પણ પરેશાન છે. મળતી વિગતો પ્રમાણે ભારતે અમેરિકા પાસેથી આવા ૩૦ રીપર ડ્રોન ખરીદવાનુ નક્કી કર્યુ છે.આ ડીલ માટે ૨૨૦૦૦ કરોડ રુપિયા ભારતે ચુકવવા પડશે.ડિલ બે હિસ્સામાં થશે.પહેલા સ્ટેજમાં મીડિયમ એલ્ટીટ્યુડ લોન્ગ એન્ડોરન્સ ડ્રોન ખરીદવામાં આવશે.જેની ડિલિવરી આગામી કેટલાક મહિનામાં થઈ જશે.બાકીના ૨૪ ડ્રોન આગામી ૩ વર્ષ દરમિયાન ભારતને મળશે.
હથિયારો ખરીદ કરવા માટેની કમિટી સામે પહેલા આ પ્રસ્તાવ મુકાશે.જેના અધ્યક્ષ સંરક્ષણ મંત્રી જ હોય છે.ભારત છેલ્લા ત્રણ વર્ષથી આ ડ્રોન ખરીદવા માટે પ્રયત્નો કરી રહ્યુ છે.જોકે હજી સુધી સ્પષ્ટ નથી થયુ કે પહેલી બેચમાં ભારતને મળનારા ડ્રોન રેલફાયર કે બીજા મિસાઈલથી સજ્જ હશે કે નહીં. આ એજ ડ્રોન છે જેનાથી અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી અધિકારી જનરલ સુલેમાનીનો ખાત્મો બોલાવ્યો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA