આરોગ્યગુજરાતરાજકારણવ્યાપાર

સાંસદ દ્વારા દત્તક લીધેલ ગામ ની હાલત કફોડી બની! અનેક સમસ્યા ની પરેશાન ગ્રામજનો

સાંસદ દ્વારા દત્તક લીધેલ ગામ ની હાલત કફોડી બની! અનેક સમસ્યા ની પરેશાન ગ્રામજનો


સાંસદ દ્વારા ગામ દત્તક લેવાની યોજના ના સમયે ભરૂચ ના સાસંદ મનસુખ વસાવા એ દત્તક લીધેલ ઝઘડિયા ના અવિધા ગામે વરસાદી‌ પાણી‌ના ભરાવા ની મોટી સમસ્યા છે.

અવિધા ગામ ને દત્તક લીધેલા સમય ગાળા દરમ્યાન સાંસદ દ્વારા યોગ્ય કામગીરી કરાવવામાં નહીં આવતા ઝઘડિયા ના અવિધાના ભાગોળ પર ઠેર‌ઠેર વરસાદી‌ પાણી ભરાવાના‌ પગલે અવિધા ના ગ્રામજનો ભારે હાડમારી ભોગવી રહ્યા છે.

જવાબદાર ગ્રામ પંચાયત થી લઇ જીલ્લા પંચાયત નુ તંત્ર મૌન સેવી બેઠુ છે.

અવિધા ગામમાં પ્રવેશવાના એક માત્ર રસ્તા પર આવેલ સરકારી દવાખાનું, કોવીડ કેર વોર્ડ, આંગણવાડી, સ્ટેટ બેંક, ગ્રામ પંચાયત, સીટી સર્વે કચેરી બહાર બે ફુટ થી લઇ ચાર ફુટ પાણી ભરાય રહયા‌ છે.

કોવીડ કેર વોર્ડ માં કોરોના સંક્રમિત ને સારવાર આપવામાં આવે છે ત્યાં પણ ગંદકીનું સામ્રાજય ફેલાયું છે.

તાત્કાલિક અસરથી અવિધા ગામમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ને હલ કરવામાં આવે તેવી‌ માંગ ગ્રામજનો એ કરી છે.

નિમેષ ગોસ્વામી ઝઘડીયા
નૈતિક સમાચાર (NS NEWS)

www.nsnews.in

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button