બસ પલટી જતાં ૧૦૦માંથી ૩૫ યાત્રી ગંભીરરીતે ઘાયલ , કોરોનાકાળમાં ૫૫ મુસાફરની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં ૩૦ મુસાફરને બેસાડવાનો નિમય છે
બસ પલટી જતાં ૧૦૦માંથી ૩૫ યાત્રી ગંભીરરીતે ઘાયલ , કોરોનાકાળમાં ૫૫ મુસાફરની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં ૩૦ મુસાફરને બેસાડવાનો નિમય છે
ગોધરા-પરવડી ચોકડી નજીક લકઝરી ઉત્તરપ્રદેશથી આવતી બસ પલટી ખાઈ ગઈ છે. જેમાં ૩૫થી વધુ મુસાફો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ૩ લોકો ગંભીર છે. આ ઇજાગ્રસ્તોને ગોધરા અને વડોદરા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, કોરોનાકાળમાં પણ આ બસમાં અંદાજીત ૧૦૦ જેટલા મુસાફરો સવાર હતા. આ બસમાં મોટાભાગે શ્રમિકો હતા જે ઉત્તરપ્રદેશથી સુરત મજૂરી કામ માટે જઇ રહ્યાં હતા. લૉકડાઉનમાં જે મજૂરો વતન ગયા હતા તે પરત ફરી રહ્યાં હતા. અકસ્માત બાદ લોકોની ચિંચયારીઓ અને આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયુ હતું. શનિવારે મોડી રાત્રે ઉત્તરપ્રદેશથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં ૧૦૦ જેટલા મજૂરોને ભરીને સુરત તરફ લઇ જવામાં આવી રહ્યા હતા. આ બસ જ્યારે ગોધરાના પરવડી બાયપાસ પાસે પહોંચી ત્યારે બસના ડ્રાઇવરે અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બસ પલટી ખાઇ ગઇ હતી. જેથી આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી ૪૨ જેટલા ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ૩ જેટલા મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેઓને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. મુસાફરોનાં જણાવ્યાં પ્રમાણે, ખાનગી બસ ચલાવતો ડ્રાઇવર નશામાં હતો. કોરોનાકાળમાં ૫૫ મુસાફરની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં ૩૦ મુસાફરને બેસાડવાનો નિમય છે. તેમ છતાં બસમાં ૧૦૦ જેટલા મજૂરને બેસાડીને કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડ્યા હતા. છ દિવસ પહેલા પણ મહિસાગરમાં આવો જ એક અકસ્માત સામે આવ્યો હતો. મુસાફરોથી ખીચોખીચ ભરેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ પલટી ગઈ હતી. ઘાયલ મુસાફરોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે બસમાં પણ ૧૦૦ જેટલા મુસાફરોનો ભરવામાં આવ્યા હતા. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખાનગી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ૬૦ ટકા મુસાફરો ભરવાની જ છૂટ આપવામાં આવી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/