સંગમ ચાર રસ્તા પાસે આવેલ ગુંજન એપાર્ટમેન્ટ નીચેથી આઇ.પી.એલ ક્રીકેટ ટુર્નામેન્ટમાં આજ રોજ રમાયેલ રાજસ્થાન રોયલ તેમજ કિસ ઇલેવન પંજાબ વચ્ચે ની મેચ માં ઓનલાઇન હારજીતનો સટ્ટો રમતા બે ઇસમને ૧,૧૮,૩૩૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પી સી.બી
વડોદરા શહેંરના માનનીય પોલીસ કમિશ્નર શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ સાહેબ નાઓએ હાલમાં આઇ.પી.એલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હોય જેમાં કેટલાંક બુકીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ ઓન લાઇન હારજીત નો સટ્ટો ટીવી તેમજ મોબાઇલ ઉપર પોતાના રહેણાંક મકાનમાં તથા વાહનોમાં જુગાર રમાડે છે જે જુગાર ની પ્રવૃતિ વિશે માહિતી મેળવી જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુદ કરી સફળ કેસો કરવા પી.સી.બી પોલીસ ઇન્સપેક્ટર આર.સી.કાનમિયા સાહેબ નાઓના સુચના કરેલ જેથી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.સી.બી પો.સ.ઇ.એ.ડી.મહંત, તથા પો.સ.ઇ.કે.એમ.પટેલ સાહેબ નાઓના સ્કોડના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હે.કો મનોજ રામકૃષ્ણ નાઓને બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે-સંગમ ચાર રસ્તા પાસે આવેલ ગુંજન એપાર્ટમેંટ નીચે ગ્રે કલરના મોપેડ જેનો નંબર GJ 06 LR 6329 ની તેના પર બેસી જાફર રંગવાલા નામનો ઇસમ પોતાના આર્થિક ફાયદા સારૂ બીજા એક માણસની મદદ થી હાલમાં રમાઇ રહેલ રાજેસ્થાન રોયલ તેમજ કીંગસ ઇલેવન પંજાબની આઇ.પી.એલ ક્રિકેટ મેચનો સટ્ટો ગ્રાહકો પાસેથી ઓન લાઇન સેશનનો હારજીત નો સટ્ટો મોબાઇલ ઉપર ઓનલાઇન આઇડી વડે રમી રમાડે છે અને હાલમાં પ્રવુતિ ચાલુ છે. જેને બદનમા એક ઇસમે ગ્રે કલરની ટી શર્ટ તેમજ બ્લ્યુ જીન્સ તેમજ બીજા ઇસમે પીળા કલરનો ચેકસ સર્ટ તેમજ બ્લ્યુ જીન્સ પહેરેલ છે ” જે આધારે રેઇડ કરી બે ઇસમોને ઝડપી પાડી તેના પાસેથી રોકડા રૂપીયા તેમજ મોબાઇલો તેમજ મોપેડ મળી કુલ ૧,૧૮,૩૩૦/-નો મુદામાલ કબ્ધ કરી સદર ઓનલાઇન આઇડી
રમાડનાર રજાક ઉર્ફે બાબા શેખ નાઓને વોન્ટેડ જાહેર કરી કારેલાબાગ પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી આગળ તપાસ પી.સી.બી ઐ હાથ ધરેલ છે,
પકડાયેલા આરોપી
1) જાફર અબ્દુલહુસેન રંગવાલા રહે 6 અમીન ચેમ્બર બીજો માળ મદાર માર્કેટ ની બાજુમાં પાણીગેટ વડોદરા શહેર
2) અલીઅબ્બાસ યાહીંયાંભાઈ ટેલર રહે સૈફી મહોલ્લો બૂરાની મંજિલ બીજો માળ ગેંડીગેટ રોડ વડોદરા શહેર
વોન્ટેડ આરોપી
રઝાક શેખ ઉર્ફ બાબા। રહે મચ્છીપીઠ કારેલીબાગ વડોદરા
આરોપીઓ પાસે થી કબ્જે કરેલ મુદ્દામાલ
1) રોકડ રૂપિયા 11,300/-
2) મોબાઈલ નંગ -2 કી રૂ 57,000/-
3) મોપેડ બાઈક કી રૂ 50,000/-
4) હિસાબ ની કાગળ ની સ્લીપો 21 નંગ કી રૂ 000/-
તેમ મળી કુલ 1,18,330/- રૂપિયાનો મુદ્દામાલ વડોદરા પીસીબી પોલીસે જપ્ત કરેલ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/