ક્લસ્ટર યોજના હેઠળ દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વૃક્ષો ના છોડ અને સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું
ડાંગ: ચીખલી રેંજ દક્ષિણ ડાંગ વન વિભાગ આહવા દ્વારા 14 વધુ ગામડાઓને વન વિભાગ માં સામેલ કરવામાં આવ્યા,
ગામડાઓ ના વિકાસ અને હરિયાલી જીવન માટે આંબા ના 6500 છોડ નું ગ્રામજનો ને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, સાથે સાથે ગામડાઓ ની મહિલાઓ ને રોજગાર મળે એ માટે સિલાઈ મશીન ની પણ વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું,
દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા જે ગામો માં પિયત (પાણી) ની સગવડ છે તે ગામમાં ખેતી માટે કારેલાના બિયારણ,ફનસનું બિયારણ,મકાઈ નું બિયારણ, તેમજ ચણાના બિયારણ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુ માં સોનગીર તથા ચીખલી ગામની નજીક જંગલ માં ખુલ્લી જમીન માં સીતાફળ નું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું.
વન વિભાગે નાનાપાડા, સુપધહાડ, આહેરડી,શિવારીમાળ, ચીખલી, એમ 5 ગામમાં ભૌતિક સુવિધા જેવી કે રોડ, પ્રાથમિક શાળા જેવી ગ્રામજનો ના ઉપયોગ માં આવતી સુવિધાઓ આપવાનું નક્કી કરેલ
લેખરાજ સમનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/