આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયારાજકારણવ્યાપાર

ભારત અમેરિકા પાસેથી ૩૦ એમક્યુ-૯ ગાર્ડિયન ડ્રોન ખરીદશે , ભારત ચીનની દરેક ચાલ પર નજર રાખશે

ભારત અમેરિકા પાસેથી ૩૦ એમક્યુ-૯ ગાર્ડિયન ડ્રોન ખરીદશે , ભારત ચીનની દરેક ચાલ પર નજર રાખશે

પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત હવે એક્શન મોડમાં છે. ચીનની હરકતો પર નજર રાખવા માટે ભારત હવે અમેરિકા પાસેથી એમક્યુ-૯બી ગાર્ડિયન ડ્રોન ખરીદશે. તેનાથી એલએસી પર ચીનની દરેક હરકતને સમયસર જાણી શકાશે. ટૂંક સમયમાં જ આ ડ્રોન સાથે જોડાયેલો ખરીદ પ્રસ્તાવ રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાનીવાળી રક્ષા ખરીદ પરીષદમાં રજૂ કરવામાં આવશે. તેની સાથે જ ભારત પોતાના હાલના ઇઝરાયેલ હેરોન બેડાને પણ સેટેલાઇટ કોમ્યુનિકેશન ડિવાસઇથી વધુ મજબૂત કરી રહ્યું છે. મૂળે, ચીનની સાથે સરહદ પર વધતા તણાવને જોતાં ભારત પોતાની રક્ષા ખરીદીને તેજ કરી રહી છે. વેપન્સ સિસ્ટમથી લઈને મિસાઇલ ટેક્નોલોજી સુધી ભારતમાં જ ડેવલપ કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ, કેટલાક હથિયારોને વિદેશથી પણ ખરીદવામાં આવી રહ્યા છે. રક્ષા મંત્રાલય અમેરિકાથી ૩૦ જનરલ એટોમિક્સ એમક્યુ-૯ રીપર ડ્રોન ખરીદવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ, લગભગ ૨૨,૦૦૦ કરોડ રૂપિયામાં આ ડીલ થઈ શકે છે. આ ડીલના બે હિસ્સા હશે. પહેલા ૬ રીપર મીડિયમ ઓલ્ટિટ્યૂડ લોન્ગ એડ્યોરન્સ ડ્રોન્સ ખરીદવામાં આવશે, જેની ડિલીવરી આગામી થોડાક મહિનામાં થઈ જશે. બાકી ૨૪ ડ્રોન્સ આગામી ત્રણ વર્ષમાં ડિલીવર થશે. ડીલના પહેલા હિસ્સામાં ૪,૪૦૦ કરોડ રૂપિયાથી ૬ એમક્યુ-૯ ડ્રોન ખરીદવામાં આવશે. બાકી ૨૪માંથી ૮-૮ ડ્રોન દરેક સેનાને મળશે. ભારત લગભગ ત્રણ વર્ષથી આ ડ્રોન્સ ખરીદવાના પ્રયાસમાં છે. જોકે, એ સ્પષ્ટ નથી કે પહેલી બેચમાં હેલફાયર અને અન્ય હવાથી જમીનમાં માર કરનારી મિસાઇલો લાગેલી હશે કે નહીં. ડ્રોન્સની ખાસિયત એવી છે કે, ડ્રોન બનાવનારી કંપની જનરલ એટોમિક્સનો દાવો છે કે આ ડ્રોન ૨૭ કલાકથી પણ વધુ સમય સુધી ઊડી શકે છે, એમક્યુ-૯ રીપર ડ્રોનની મહત્તમ સ્પીડ ૪૪૪.૫ કિલોમીટર પ્રતિ કલાક છે. તે ૫૦,૦૦૦ ફુટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે, એક સાથે ૧૨ મૂવિંગ ટાર્ગેટ્‌સને ટ્રેક કરી શકે છે. એક મિસાઇલ છોડવાના માત્ર ૦.૩૨ સેકન્ડ બાદ બીજી મિસાઇલ છોડી શકે છે, તે કુલ ૧૭૪૬ કિલો વજન ઉઠાવી શકે છે. ડ્રોન પર ૧૩૬૧ કિલો વજન લાદી શકાય છે, આ ડ્રોનમાં ફોલ્ટ ટોલરેનટ ફ્લાઇટ કન્ટ્રોલ સિસ્ટમ અને ટ્રિપલ રિડન્ડેન્ટ એવિયોનિક્સ સિસ્ટમ આર્કિટેક્ચર લાગેલું હોય છે., તે ખૂબ મોડ્યૂલર ડ્રોન છે, જેમાં સરળતાથી પેલોડ્‌સને કનફિગર કરી શકાય છે. તે રિયલ ટાઇમમાં સમગ્ર દુનિયામાં ક્યાંય પણ ડેટા મોકલવા સક્ષમ છે, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ સર્વેલન્સ રડાર, મલ્ટી મોડ મેરિટામ સર્વેલાન્સ રડાર, લિંક્સ મલ્ટી મોડ રડાર, ઇલેક્ટ્રોનિક સપોર્ટ મેજર્સ, લેઝર ડેસિગ્નેટર્સ ઉપરાંત તે અનેક વેપન્સ પેકેજ લઈ જવામાં સક્ષમ છે. એજીએમ-૧૧૪ હેલફાયર મિસાઇલો અને લેઝર ગાઇડેડ બોમ્બ લઈ જઈ શકે છે, આ ડ્રોન ખતરાઓને ઓટોમેટિક ડિટેક્ટ કરવામાં સક્ષમ છે. સિન્થેટિક અપર્ચર રડાર, વીડિયો કેમેરા અને ફોરવર્ડ લુકિંગ ઇન્ફ્રારેડથી સજ્જ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button