પોલીસે શબને ઘરે પણ ન જવા દીધું, પરિવારની ઈચ્છા વિરુદ્ધ રાતે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા; પ્રિયંકાએ કહ્યું- મુખ્યમંત્રી રાજીનામું આપે
પોલીસે શબને ઘરે પણ ન જવા દીધું, પરિવારની ઈચ્છા વિરુદ્ધ રાતે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા; પ્રિયંકાએ કહ્યું- મુખ્યમંત્રી રાજીનામું આપે. હાથરસમાં ગેંગરેપ પીડિતના મોતનો મામલો
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં 19 વર્ષની છોકરી પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પીડિતે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. પોલીસ મંગળવારે રાતે 12.50 વાગ્યે શબને તેના પિતાના ગામે લાવી હતી, જોકે છોકરીના ઘરના સભ્યોને સોંપવામાં આવ્યું ન હતું. અંતિમ સમયે પોતાની પુત્રીનો ચહેરો જોવા માટે તેનાં માતા-પિતા અને ભાઈ તડપી રહ્યાં હતાં. જોકે પરિવારના સભ્યોની કોઈપણ વાત સાંભળ્યા વગર રાતે 2.40 વાગ્યે તેના અંતિમ સંસ્કાર કરવા આવ્યા હતા. પોલીસ પર આરોપ છે કે તેમણે અંતિમ સંસ્કાર દરમિયાન પીડિત પરિવારના એકપણ સભ્યને હાજર રહેવા ન દીધા અને જાતે જ અંતિમ સંસ્કાર કરી દીધા.
પ્રિયંકા ગાંધીએ કહ્યું- મુખ્યમંત્રી રાજીનામું આપે કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રાતે 2.30 વાગ્યે પરિવારના સભ્યો આજીજી કરતા રહ્યા, પરંતુ હાથરસની પીડિતાના શરીરના તંત્રએ જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરી દીધા. જ્યારે તે જીવતી હતી ત્યારે સરકારે તેને સુરક્ષા ન આપી, જ્યારે તેની પર હુમલો થયો તોપણ સરકારે એ સમયે સારવાર ન આપી. યોગી આદિત્યનાથ રાજીનામું આપે.
આરોપોના જણાવ્યા મુજબ હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના એક ગામમાં 14 સપ્ટેમ્બરે ચાર લોકોએ 19 વર્ષની દલિત યુવતી પર ગેંગરેપ કર્યો હતો. દુષ્કર્મ પછી આરોપીઓએ પીડિતની કરોડરજ્જુ તોડી નાખી હતી અને તેની જીભ પણ કાપી નાખી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત થયું. ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસનો દાવો છે કે ગેંગરેપ અને જીભ કપાઈ હોવાનો દાવો અલગ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/