ગાંધી જયંતિ ના દિવસે નશાબંધી અને આબકારી વડોદરા જીલ્લા અને સોડિયમ મેટલ કંપની દ્વારા આયોજિત કાર્યકરામ માં વ્યસન મુક્તિ શપથ લેવામાં આવ્યા
ગાંધી જયંતિ ના દિવસે નશાબંધી અને આબકારી વડોદરા જીલ્લા અને સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની સયુંકત ઉપક્રમે કામદાર જાગૃતતા અને નસબંધી સપ્તાહ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ આયોજિત કાર્યકરામ માં વ્યસન મુક્તિ શપથ લેવામાં આવ્યા હતા. બીજી ઓકટોબર ૨૦૨૦ ને ગાંધી જયંતિ નિમિત્તે નશાબંધી અને આબકારી, વડોદરા જિલ્લા અને સોડિયમ મેટલ પ્રા લિ ના સહયોગ થી કામદાર જાગૃતિ અને નશાબંધી સપ્તાહ ના ઉદ્દઘાટન પ્રસંગે માનનીય ડેપ્યુટી પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી, પ્રોહિબિશન ઇન્સ્પેકટર શ્રી યાદવભાઈ , સમાજ કલ્યાણ અધિકારીશ્રી ત્રિવેદીભાઈ, પીએસાઈ શ્રી મહીડાભાઈ, સોડિયમ મેટલ પ્રા,લી કંપની માંથી હિરેનભાઈ શાહ સહીત ના અધિકારી ઓ હાજર રહેલા આ પ્રસંગે ૧૪ કર્મચારી ઓ એ વ્યસમુક્તિ ના શપથ લીધા હતા. ગાંધી જયંતિ ની ઉજવણી કરી સ્વામિનારાયણ સંસ્થા તરફથી જીવન ઉત્કર્ષ પ્રદર્શન નું આયોજન કરવામાં માં આવ્યું હતું.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/