વડોદરા શહેર વોર્ડ નંબર 8 કોંગ્રેસ પરિવાર અને વાલ્મિકી સમાજ યુવા સંગઠન દ્રારા હાથરસ ની દીકરી ને શ્રદ્ધાંજલિ આપી
ઉત્તર પ્રદેશ ના હાથરસ માં એક બાળકી ની દર્દનાક યાચના થી સમગ્ર દેશ માં હાહાકાર મચી રહ્યો છે, મૃતક દીકરી ના પરિવાર જનો ના ન્યાય માટે સમગ્ર દેશ માં ગાંધી જી ના માર્ગે લડાઈ ચાલુ થઈ છે, તેવામાં વડોદરા શહેર કોંગ્રેસ ના વોર્ડ 8 માં મૃતક દિકરી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
વધુ માં કોંગ્રેસ કાર્યકર્તા હિતેશ દેસાઈ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ હાથરસ ગેંગરેપ ની ઘટના ના લીધે સમગ્ર દેશની ગરિમા લજવાઈ છે અને આખો દેશ શોક અને ગુસ્સામાં છે. હાથરસમાં કેટલાક હેવાનીઓ એ એક યુવતી પર બળાત્કાર આચરી દર્દનાક ઘટનાને અંજામ આપ્યો છે. 14 સપ્ટેમ્બરે થયેલ આ સામુહિક બળાત્કાર પછી 15 દિવસ સુધીએ યુવતી જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ આખરે હારી ગઈ અને 29 સપ્ટેમ્બરના રોજ આ દુનિયા છોડી ગઈ, ગુંડા રાજ અને અંધેર નગરી યુપીની સરકારના પેટનું પાણી હાલ્યું નહીં અને શરમજનક રીતે પોલીસે પણ મધરાત્રીએ પરિવાર જનો ની રાહ જોયા વગર જ યુવતીના દેહનો અંતિમ સંસ્કાર કરી દીધો છે. જેના લીધે સમગ્ર દેશ માં ન્યાય ની માંગ ઉઠી છે
આજે આખો દેશ આ યુવતી ના પરિવાર જનો ન્યાય ની માંગણી ઉઠાવી રહ્યો છે.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ માંથી હિતેશ દેસાઈ, જયેન્દ્રસિંહ ચાવડા, માજી કાઉન્સીલર નંદુ પરદેશી, વોર્ડ પ્રમુખ જયદીપસિંહ પરમાર, જયેસ સોલંકી, નયન સોલંકી, કોંગ્રેસ આગેવાન સુનિલ પરમાર, રાજુ માસ્તર સહિત કાર્યકર્તાઓ શ્રદ્ધાંજલિ કાયક્રમમાં હાજર રહ્યા હતા..
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/