ટ્રક માં કાચના ટુકડા ની આડ માં લઇ જવાતો મોટા પ્રમાણ માં વિદેશી દારૂ નો જથ્થો બાવળા પોલીસે ઝડપી પાડ્યો.
હે.આઇ.જી.પી શ્રી કે જી ભાટી સાહેબ અમદાવાદ રેન્જ તથા હે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસીંગ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહિ-જુગારની ગે.કા પ્રવૃતિ સદંત નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ તેમજ મદદનિશ પો.અધિક્ષક શ્રી નિતેશ પાન્ડેય સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ તથા આર ડી સગર પોલીસ ઇન્સ્પેક્ટર બાવળા પો.સ્ટે નાઓની સુચના મુજબ જી.જી.મકવાણા પો.સબ.ઇન્સ બાવળા પો.સ્ટે તથા એ.એસ આઇ ભગીરથસિહ તથા અ.હે.કો. પ્રવિણભાઈ તથા અ.હે.કો.ભગીરથસિંહ તથા અ.હે.કો પ્રવિણસિંહ તથા આ.પો.કોન્સ મેરૂભા તથા આ.પો.કોન્સ અશોકસિહ તથા અ.પો.કો. રઘુવીરસિંહ એ રીતેના પોલીસના માણસો ને
પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિ જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા પો.ઇન્સ શ્રી એ હાલમાં ચાલી રહેલ પ્રોહિ જુગારની ડ્રાઇવ અનુસંધાને સૂચના કરેલ અને સાથેના અ.હે.કો. પ્રવિણભાઈ તથા પો.કો અશોકસિંહ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે એક સ્વરાજ મઝદા-ટી -૩૫૦૦ ટ્રક નંબર- KA-06 A-4181 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે અને તે સરખેજ-બાવળા થઈ બગોદરા તરફ જનાર છે. અને હાલમાં તે વિદેશી દારૂ ભરી બાવળા તરફ આવે છે જેથી બાવળા સાંણદ ચોકડી હાઇવે રોડ ઉપર છુટાંછવાયા વોચમાં ગોઠવાઇ ગયેલા અને વોચમાં હાજર હતા તે દરમ્યાન બાતમી હકિકત મુજબના વર્ણન વાળી સ્વરાજ મઝદા ટ્રક આવતી જણાતા રોડ ઉપર આડાશ મુકી પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી ટ્રક ઉભુ રખાવતા ટ્રકમાં એક ડ્રાઇવર હાજર જણાયેલ તેને કોર્ડન કરી ગાડીને રોડની સાઇડમાં લેવડાવી ચાલક ઈસમને નીચે ઉતારી પંચો રૂબરૂ સદરી ઇસમનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ સીન્લ બીરેન્દ્રકુમાર જાતે મીશ્રા ઉ.વ .૪૧ રહે .૭૧૧/ ૧૪ નંદનવન એપાર્ટમેન્ટ -૨, પરવરીમ, બારદેઝ ગોવા, નોર્થ ગોવા, મો.ન .૯૮૮૧૫૧૧૯૩૬, ૭૮૭૫૧૫૫૫૧૯ નો હોવાનુ જણાવેલ જેની પાસે
રહેલ ટ્રકની અંદર તપાસ કરતા કેબીનના પાછળના ભાગે બોડીમા કાચના ટુકડાના મોટા જથ્થાની અંદર સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ -૩૫ બોટલ નંગ ૧૬૮૦ (૧૮૦ મી.લી.ની) કંપની સીલબંધ કિમંત રૂ.-૧,૬૮,૦૦૦/-તથા મો.ફોન -૧ કિ.રૂ .૧૦૦૦/-તથા કાચના ટુકડા કી.રૂ .૪૮,૦૦૦/-તથા પકડાયેલ ગાડી મઝદા ટી -૩૫૦૦ ટ્રક નંબર- KA-06-A-4181 જેની કિમંત રૂ.-૪,૦૦,૦૦૦/- તથા આર.ટી.ઓ. લગત કાગળો કિ , ૩.૦૦૦૦ તથા કાચના ટુકડાના બીલની નકલો કી.રૂ .૭૦૦૦ મળી કુ.કી.રૂ .૬,૧૭,૦૦૦/-ના વિશાળ મુદ્દામાલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યાવહિ કરવામા
આવેલ છે.
યુવરાજસિંહ ઝાલા
બાવળા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/