ફાજલપુર પાસે થી મહીસાગર નદી માંથી અજાણી મહિલાના હાથ પગ બાંધેલ હાલત માં મૃતદેહ મળી આવ્યો!
ફાજલપુર પાસે થી મહીસાગર નદી માંથી અજાણી મહિલાના હાથ પગ બાંધેલ હાલત માં મૃતદેહ મળી આવ્યો!
શહેર નજીકથી પસાર થતી મહિસાગર નદીમાં સાંજે એક યુવતિની લાશ તરતી જોવા મળી હતી. જેના પરિણામે સ્થાનિક પોલીસ અને વડોદરા ફાયર બ્રીગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યાં યુવતિની તણાતી લાશને બહાર કાઢતા તેનુ મોઢુ, હાથ અને પગ બાંધેલી હાલતમાં જોવા મળ્યાં હતા. જેથી યુવતિની હત્યા કરાઇ હોવાની આશંકાઓ સેવાઇ રહીં છે.
વડોદરા ફાયર બ્રીગેડને જિલ્લા પોલીસ દ્વારા રેસ્ક્યૂ કોલ મળ્યો હતો કે, મહિસાગર નદી સ્થિત ફાજલપુર ખાતે એક અજાણી યુવતિની લાશ જોવા મળી છે. જેથી ફાયર બ્રીગેડની ટીમે સ્થળ પર પહોંચી ડીકમ્પોઝ થયેલી યુવતિની લાશને બહાર કાઢી હતી. જ્યાં યુવતિનુ મોઢુ, હાથ અને પગ બાંધેલી હાલતમાં જોવા મળ્યાં હતા, મહિલા ની હાથ માં લાલ કલર ની બંગડી, અને મહિલા ના કપડાં જોતા કાળા કલર નો ડિઝાઇનર ડ્રેસ અને ગુલાબી રંગ નો પાયઝમો પહેરો હતો, મહિલા નો મૃતદેહ પાણી માં આશરે 4 થી 5 દિવસ પડી રહ્યો હોવાનું અનુમાન લગાવી શકાય તેના લીધે મૃતદેહ ડીકમ્પોઝ થયેલ હાલત માં મળ્યો!
પોલીસે યુવતિના મૃતદેહનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ માં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જોકે યુવતિ સાથે કોઇએ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી કે અન્ય જગ્યાએ મારી ને નદી માં ફેંકવામાં આવી, કે કોઈ નશીલો પદાર્થ આપીને મહિલા ને જીવતી નાદી માં ફેલવામાં આવી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તથા યુવતિની ઓળખ છતી કરવા પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશન પોલીસે વધુ તપાસ હાથ ધરી, પોલીસે યુવતિના પરિવારજનોની પણ શોધખોળ હાથ ધરી હતી
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/