ડાંગ જીલ્લા માં ભાજપ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને પાર્ટી નેતાઓ, કાર્યકરોની સંકલનની બેઠક યોજાઇ
ડાંગ : ભાજપ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને પાર્ટી નેતાઓ, કાર્યકરોની સંકલનની બેઠક યોજાઇ
ડાંગ જિલ્લામાં 173 વિધાનસભા પેટા ચૂંટણીની બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ભાજપ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને પાર્ટી નેતાઓ, કાર્યકરોની સંકલનની બેઠક યોજાઇ હતી.
ડાંગ જિલ્લામાં નાનાપાડા ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષ સ્થાને યોજાયેલી સંકલનની બેઠકમાં તાપી, નવસારી, ડાંગ જિલ્લાના પદાધિકારીઓ, નેતાઓ, મંડળના પ્રમુખો સાથે પેટા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી ઇન્ચાર્જ પુરણેશભાઈ મોદી, રમણલાલ પાટકર, કરશનભાઇ પટેલ, સંગઠન પ્રભારી અશોકભાઈ ધોરજીયા, બાબુરાવભાઈ ચૌર્યા, બીબીબેન ચૌધરી, માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ, રાજેશભાઈ ગાંમિત, દિલીપભાઈ ચૌધરી, ત્રણ મહામંત્રીઓ, તાલુકા મંડળ પ્રમુખોની ઉપસ્થિતીમાં યોજાઈ હતી. આ સાથે મંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવીત, ગુરૂકુળ ભદરપાડા ખાતે કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લઈ ચૂંટણીમાં ભાજપનો જગી મતોથી વિજય બનાવવા હાકલ કરી હતી.
લેખરાજ સામાનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/