ફાજલપુર મહીસાગર નદી માંથી મળેલ અજાણી મહિલા ના મૃતદેહ માં નંદેસરી પોલીસે હત્યા નો ગુનો નોંધ્યો!
ફાજલપુર મહીસાગર નદી માંથી મળેલ અજાણી મહિલા ના મૃતદેહ માં નંદેસરી પોલીસે હત્યા નો ગુનો નોંધ્યો!
2 દિવસ પહેલા ડિકમ્પોઝ થયેલ હાથ પગ બાંધેલ હાલત માં મહીસાગર નદી માંથી ફાજલપુર પાસેથી અજાણી મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો, આ મૃતદેહ ને પોસ્ટમોર્ટન આર્થે સરકારી હોસ્પિટલ માં મોકલી આપેલ હતો, પોસ્ટમોર્ટલ નો રિપોર્ટ આવ્યા પછી ACP ભેંસાણીયા એ જણાવ્યું કે મહિલા ના માથા માં ભાગે ઇજા જણાઈ આવી છે , જેના લિધે મહિલા ની હત્યા થઈ હોવાનું જણાઇ આવેલ, જોકે મહિલાની લાશ ચારથી પાંચ દિવસ જુની હોવાથી ડિકમ્પોઝમાં હાલતમાં મળી આવી હતી. પોલીસે મહિલાની ઓળખ છતી કરવા લાશને પી.એમ અર્થે મોકલી આપી હતી. જ્યાં મહિલાની હત્યા કરાઇ હોવાનુ પી.એમ રિપોર્ટમાં બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે પોલીસને મહિલાની લાશ પરથી છાતીના ભાગેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા સીમકાર્ડ વગરનો ફોન હોવાનુ જાણવા મળ્યું હતુ. જોકે મહિલાની ઓળખ છતી કરવામાં સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન અત્યંત મહત્વનો સાબીત થઇ શકે તેમ છે. મહિલાની ઓળખ કરવા અને હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે. જ્યારે અજાણી મહિલાના પરિવારની શોધખોળ કરવા માટે પોલીસે સી.આઇ.ડી ક્રાઇમ સહીત અન્ય તપાસ એજન્સીઓની મદદ લીધી હોવાનુ એ.સી.પી પરેશ ભેસાણીયાએ જણાવ્યું હતુ, રાજ્ય ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ગુમ મહિલા ની ફરિયાદ ના આધારે પણ પોલીસ તપાસ કરશે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/