અનુ.જાતિ – અનુ.જન જાતિ એકતા સમિતિ રાજપારડી દ્વારા ઝઘડીયા તાલુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું!
અનુ.જાતિ – અનુ.જન જાતિ એકતા સમિતિ રાજપારડી દ્વારા ઝઘડીયા તાલુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું!
ઝઘડીયા તાલુકા અનુસૂચિત જાતિ – અનુ.જન જતિ એકતા સમિતિ રાજપારડી દ્વારા ઉતર પ્રદેશના હાથરસ ગામે દલિત યુવતી ઉપર અમાનુષી બળાત્કારની ઘટના અંગે ઝઘડીયા તાલુકાના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ.હતું તા. 14/9/2020 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષીય યુવતી ઉપર તેના જ ગામના ચાર પાંચ યુવાનો એ યુવતીની એકલતાનો લાભ લઇ તેના પર બળાત્કાર ગુજારી તેની જીભ કાપી નાંખી તથા કમરના મણકા તોડી નાખી બળાત્કારીઓ ભાગી છૂટયા હતા. સતત પંદર દિવસ સુધી જિંદગી અને મોત ની લડાઈ લડયા બાદ તા.30/9/20 ના રોજ તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ઉપરાંત યુવતીના સબને તેના પરિવાર વગર અને પરિવારની મરજી વિરુદ્ધ તેને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તે ઘટના વિરુદ્ધમાં અનુ.જાતિ તથા અનુ.જન જાતિ દ્વારા વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે યુવતી પર બળાત્કાર ગુજારનાર આરોપી સાથે યોગી સરકાર અને પોલીસ પ્રશાસન હમદર્દી ભર્યું વર્તન દાખવી રહી છે જેને સમિતિ દ્વારા સખ્ત શબ્દોમાં ટિકા કરી તેને વખોડી કાઢવામાં આવ્યું છે, અને રાષ્ટ્રપતિને નિવેદન કર્યું છે કે દલિતો ઉપર અવારનવાર આવા જુલ્મ સિતમ થયા કરે છે અને પ્રશાસન આંખ આડા કાન કરે છે જે બાબતે નિંદનીય છે. આ બાબતે આગવા પગલાં લઇ અને સુરક્ષાની પ્રતીતિ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
નિમેષ ગોસ્વામી ઝઘડીયા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/