આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

નવી ભીલડી પ્રે.કેન્દ્ર શાળાનાં જોખમી જર્જરીત રૂમો ઉતારી લેવા લોકોની માંગ ! શાળાના નાના ભૂલકાઓ ભોગ બને એ પહેલા તંત્ર જાગસે ખરા?

નવી ભીલડી પ્રે.કેન્દ્ર શાળાનાં જોખમી જર્જરીત રૂમો ઉતારી લેવા લોકોની માંગ ! શાળાના નાના ભૂલકાઓ ભોગ બને એ પહેલા તંત્ર જાગસે ખરા?

ડીસા તાલુકાની નવી ભીલડી પ્રે.કેન્દ્ર શાળાનાં ઓરડા 6 વર્ષ અગાઉ કન્ડમ કરવામાં આવ્યા છે. આ જોખમી જર્જરીત રૂમો ઉતારવામાં આવ્યા ન હોઈ. શાળાના નાના ભૂલકાઓ ભોગ બને એ પહેલા તંત્ર જાગસે ખરા?

ડીસા તાલુકાના નવી ભીલડી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના રૂમો જર્જરિત હાલતમાં છે. જે ૨૬/૧૧/૨૦૧૪ નાં રોજ કંડમ જાહેર કરેલા છે. પરંતુ ૬ વર્ષ થી તંત્રની આળસથી આ ખંડેર રૂમોને ઉતારી લેવાની મંજૂરી આપવામાં આવતી નથી. કારણ કે આ શાળામાં ૩ મતદાન મથક આવેલા હોવાથી જેને બદલીને નવીન પ્રાથમિક શાળા ગોગામઢ ખાતે બદલાવા માટે દિયોદર પ્રાંત કચેરીએ ૬ વર્ષથી મંજૂરી માટે મોકલી આપેલ છે. પરંતુ તંત્ર દ્વારા કાને આડા હાથ રાખીને તંત્ર બેઠું છે. જ્યાં સુધી મતદાન મથક કેન્દ્ર બદલાવામાં નહીં આવે તો અધિકારીઓના આળસ થી આજે આ ખંડેર હાલતમાં મકાન ઊભું છે. અને હાલ ૧ ધોરણ બાજુમાં ભણે છે. બાકીના હાલ તમામ નવીન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. અને છેલ્લાં ૬ વર્ષથી ખંડેર હાલતમાં ઊભા છે. જેની બ.કા. જિલ્લા પંચાયત સંચાલીત દ્વારા નવી ભીલડી પ્રે.કેન્દ્ર શાળાનું બાંધકામ ૧૯૭૮માં થયેલ ૬ રૂમો બનાવેલ છે. ૪૨ વર્ષો અગાઉ બનાવેલ છે. અને બાજુના મેદાનમાં 2 રૂમ તથા આંગણવાડી કેન્દ્ર આવેલ છે. જે રૂમોમાં ધો ૧ના ૬૪ બાળકો અભ્યાસ કરે છે. અને બાજુમાં અડીને આંગણવાડી કેંદ્ર પણ આવેલ છે. જેમાં બાળકો ભણે છે. કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા શિક્ષણ શાખા દ્વારા ૬ રૂમોને ડેમેજ માટેની મંજૂરી ૨ વર્ષ પહેલા ડેમેજ રૂમોને જાહેર કરેલ છે. જેની આજુ બાજુમાં રેસીડેન્ટ વિસ્તાર આવેલો છે. પરંતુ આ રૂમો ડેમેજ રૂમો નં.૬ ને ૧૪ વિધાનસભા દિયોદરના મતદાન માટેના સદરહુ બુથ ૩ પાળવેલ છે. હોઈ ચૂંટણી તંત્ર મંજૂરી આપતું નથી. જેના નાના માસૂમ બાળકોનો ભોગ લેતા પહેલા ચૂંટણી અધિકારી દ્વારા નવી ભીલડી પ્રે.કેન્દ્ર શાળાનાં ૬ રૂમો ડેમેજ માટેની મંજૂરી અપાશે ખરા કે પછી મોટી જાન હાનિની રાહ જોવાઈ રહી છે. આજુબાજુમાં આવેલો રેસીડેન્ટ વિસ્તાર હોવાથી લોકોના ભોગ લેતા પહેલા અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button