આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

કોરોના વાયરસ ચામડી પર ૯ કલાક સુધી જીવતો રહે છે , ક્લિનિકલ ઈન્ફેક્શિયસના અભ્યાસ મુજબ કોરોનાનું સંક્રમણ મહદઅંશે હવા દ્વારા ડ્રોપલેટ્‌સ ફેલાવાથી થાય છે

કોરોના વાયરસ ચામડી પર ૯ કલાક સુધી જીવતો રહે છે , ક્લિનિકલ ઈન્ફેક્શિયસના અભ્યાસ મુજબ કોરોનાનું સંક્રમણ મહદઅંશે હવા દ્વારા ડ્રોપલેટ્‌સ ફેલાવાથી થાય છે

કોરોના વાયરસથી સંબધિત વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક નવા અભ્યાસ મુજબ કોરોના વાયરસ માણસની ચામડી પર ૯ કલાક સુધી જીવિત રહી શકે છે. ક્લિનિકલ ઈન્ફેક્શિયસ ડિસિઝમાં પ્રકાશિત અભ્યાસ મુજબ કોરોનાનું સંક્રમણ મહદઅંશે હવા દ્વારા ડ્રોપલેટ્‌સના ફેલાવાથી થાય છે. એટલે સંક્રમણથી બચવા માટે હાથની સ્વચ્છતા બહુ જ જરૂરી છે. તાજા અભ્યાસ પરથી કોરોનાનું ટ્રાન્સમિશન રોકવા માટે રણનીતિ બનાવામાં મદદ થઇ શકે છે જેથી મહામારીને રોકી શકાય છે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર ઈન્ફ્લુએન્ઝા વાયરસ ચામડી પર બે કલાકથી ઓછું જીવી શકતો હતો જ્યારે કોરોના વાયરસ ૯ કલાકથી વધુ સમય ટકી શકે છે. ૮૦ ટકા એલ્કાહોલ ધરાવતા સેનિટાઈઝર દ્વારા બંને વાયરસનો માત્ર ૧૫ મિનિટમાં નાશ કરી શકાય છે. માસ્કના કારણે ફેફસાંની ગંભીર બીમારી ધરાવતાં લોકોમાં પણ ફેફસાંને મળતા ઓક્સિજનના પ્રમાણામાં ઘટાડો થતો નથી. જાહેર સ્થળોએ તાપમાન ચકાસવા માટે કોન્ટેક્ટલેસ ઈન્ફ્રારેડ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. અભ્યાસ મુજબ આ થર્મોમીટર પુખ્ત વયના લોકોનું ટેમ્પરેચર માપવામાં ચોક્કસ પરિણામ આપતું નથી. માસ્ક સાથે શ્વાસ લેવાથી ઓક્સિજનના સ્તરમાં કોઈ ફેરફાર નહીં. અભ્યાસના દાવા મુજબ કોરોના વાયરસ સ્કીન પર ૯ કલાકથી વધુ સમય સુધી રહી શકે છે. આ માહિતીની મદદથી કોન્ટેક્ટ દ્વારા ટ્રાન્સમિશનને ઉકેલવામાં મદદ મળી શકે છે. તેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે આપણા માટે હાથ ધોવા કેટલા અગત્યના છે. એલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝર વાયરસને અમુક મિનિટોમાં નાશ કરી શકે છે. જો કે, ૨૦ સેકન્ડ સુધી સાબુથી પણ હાથ ધોવા માટે જણાવવામાં આવ્યું છે. અભ્યાસના પરિણામાં જાણવા મળ્યું છે કે, ઈન્ફ્લુએન્ઝા એ વાયરસ સ્કીન પર બે કલાક જ્યારે કોરોના વાયરસ ૯ કલાક કરતા વધુ સમય સુધી જીવતો રહી શકે છે. તેના પરથી કોરોના વાયરસનું ઝડપથી ફેલાતું ટ્રાન્સમિશન રોકવામાં ઘણી મદદ મળી શકે છે અને મહામારીને વધુ ફેલાતા અટકાવી શકાય છે. જણાવી દઈએ કે, દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ કોરોનાના કેસોનું પ્રમાણ અનેક ગણા વધી ગયું છે. છેલ્લા કેટલાય દિવસોથી દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button