ધોરણ૧૨ની વિદ્યાર્થિનીને લિફ્ટ આપી અડપલાં કર્યા , ગુજરાતમાં દુષ્કર્મના કેસ વધી રહ્યા છે
ધોરણ૧૨ની વિદ્યાર્થિનીને લિફ્ટ આપી અડપલાં કર્યા , ગુજરાતમાં દુષ્કર્મના કેસ વધી રહ્યા છે
રાજ્યમાં સગીરાઓ પર દુષ્કર્મ અને છેડતીનાં બનાવો જાણે વધી રહ્યાં હોય તેમ સામે આવી રહ્યાં છે. જામનગરમાં પાંચ દિવસમાં દુષ્કર્મના ત્રણ બનાવ સામે આવ્યાં છે ત્યારે નર્મદાના ડેડિયાપાડાની ધોરણ ૧૨ની વિદ્યાર્થીની સાથે અડપલાનો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થિની પોતાના પિતરાઇ ભાઇ સાથે બાઇક ધોરણ ૧૨ની પૂરક પરીક્ષા આપવા માટે રાજપીપળા જતી હતી ત્યારે બાઇકમાં પંકચર પડતા તેણે અન્ય બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી હતી. તે દરમિયાન સગીરાને બાઇક ચાલકે વાતો કરીને અડપલા કરતા તે બાઇક પરથી કૂદી પડી હતી. હાલ આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડેડીયાપાડાના એક ગામનીવિદ્યાર્થિની ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા આપવા જતી હતી. પોતાની હાઈસ્કૂલમાંથી હોલટિકીટ લઇ મામાના દીકરાની બાઇક પર રાજપીપલા પૂરક પરીક્ષા આપવા જતી હતી. ઘાંટોલી ગામ પાસે બાઇકને પંકચર પડતા છાત્રાને ઘાંટોલી બસ સ્ટેન્ડ પાસે ઉતારી પંચર કરાવવા ગયો હતો. બીજી બાજુ પરીક્ષા માટે મોડું થતું હોવાથી બાઇકની લિફ્ટ લીધી હતી. મદદના બહાને લિફ્ટ આપનાર શખ્સની બાઇક પર છાત્રા વિશ્વાસ રાખી બેસી ગયા બાદ રસ્તામાં ચાલકની દાનત બગડી હતી. રસ્તાના અડધે જ ચાલકે પાછળ બેઠેલી છાત્રાનો હાથ પકડી શારીરિક અડપલાં કરતા વિદ્યાર્થિની ગભરાઇ હતી. તેણે વિરોધ કર્યો હતો. જેથી ચાલકે તેને બ્લેકમેઇલ કરી હતી કે, તું જો મને મળવા આવીશ તો જ હું તને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી જઇશ. હું અત્યારે રાજપીપળા જ રહું છું. વિદ્યાર્થી આવું સાંભળીને ગભરાઇ ગઇ હતી. જે બાદ તે ચાલુ બાઇકે કૂદી પડી હતી. વિદ્યાર્થીની ચાલુ બાઇક પરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થઇ હતી. જેથી આસપાસનાં લોકોએ તેને સારવાર માટે રાજપીપળા સિવિલમાં ખસેડી હતી. બાઇક ચાલકે કાળા રંગનું હેલ્મેટ અને લાલ રંગનું શર્ટ પહેર્યુ હતું.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/