ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કેબિનેટ મંત્રી માનનીય ગણપતસિંહ વસાવા ની અધ્યક્ષતામાં આઈ.ટી.સેલ મહત્વના મુદ્દા સાથે કાર્યક્રમ યોજાયો
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કેબિનેટ મંત્રી માનનીય ગણપતસિંહ વસાવા ની અધ્યક્ષતામાં આઈ.ટી.સેલ મહત્વના મુદ્દા સાથે કાર્યક્રમ યોજાયો
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કેબિનેટ મંત્રી માનનીય ગણપતસિંહ વસાવા ની અધ્યક્ષતામાં મંત્રી ઇશ્વરસિંહ પરમાર ,સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા, ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશભાઈ મોદી,સંગઠન વિસ્તારક અશોકભાઇ ધોરાજીયા,ગુ.પ્રદેશ અનુસૂચિત મોરચા મંત્રી અશોકભાઈ ગોહિલ,જિલ્લા અધ્યક્ષ બાબુરાવભાઈ ચૌર્યા,મહામંત્રી દશરથભાઈ પવાર,કિશોરભાઈ ગાવીત, રમેશભાઈ ગાગુંડે,માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ,આઈ.ટી.સેલ પ્રભારી પ્રદીપભાઈ પંડિયા અને આઈ.ટી.સેલ કન્વીનર ગિરીશભાઈ મોદી અને મીડિયા સેલ કન્વીનર પાંડુભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લા સીટના કન્વીનર અને સહકન્વીનર ની બેઠક ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે યોજાયું.આ બેઠક માં માનનીય ગણપતસિંહ વસાવા સાહેબે ડાંગ આઇ.ટી.સેલ ટીમ ને અભિનંદન આપ્યા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર પાટીલ સાહેબ દ્વારા ગુ.પ્રદેશ કોર કમિટીની બેઠક માં ડાંગ આઈ.ટી.સેલની કામગીરીને બિરદાવી અને ગૌરવપૂર્ણ વાતનો ઉલ્લેખ કર્યો.માનનીય મંત્રી શ્રી ઇશ્વરભાઈ પરમાર,સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા, ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશભાઈ મોદી,સંગઠન વિસ્તારક અશોકભાઇ ધોરજીયા એ પણ ડાંગ આઈ.ટી.સેલને ટીમ ને અભિનંદન આપ્યા.ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના વિજય ને ઐતિહાસિક વિજય બનાવા કામે લાગી જવા આહ્વાન કર્યું.
લેખરાજ સામનાની
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/