આહવાના ભૂરાપાણી ગામની માતા અને 3 નવજાત બાળક સ્વસ્થ ,સાપુતારા 108 એમ્બ્યુલન્સે તત્કાલ CHC પહાેંચાડતા સફળ પ્રસુતિ,
આહવાના ભૂરાપાણી ગામની માતા અને 3 નવજાત બાળક સ્વસ્થ ,સાપુતારા 108 એમ્બ્યુલન્સે તત્કાલ CHC પહાેંચાડતા સફળ પ્રસુતિ,
આહવાના ભૂરાપાણી ગામની સગર્ભા મહિલાએ એકસાથે ત્રણ બાળકને જન્મ આપ્યો હતો. સાપુતારા 108 એમ્બ્યુલન્સની ટીમે સમયસર સેવા પૂરી પાડી માતા સહિત ત્રણ નવજાત શીશુને નવજીવન આપ્યું હતું. આહવા તાલુકાના ભૂરાપાણી ગામની સગર્ભા મહિલા વનીતાબેન દાનીયેલભાઈ વાઘમારે (ઉ.વ. 25)ને બુધવારે સવારે અચાનક પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા તેણીનાં પરિવારજનોએ સાપુતારા 108 લોકેશન પર ફોન કર્યો હતો. ફોન આવતાની સાથે જ સાપુતારા 108 એમ્બ્યુલન્સ પર ફરજ ઉપરનાં પાયલોટ દિલીપભાઈ ચૌધરી અને ઈએમટી મિથુનભાઈ પવાર તુરંત જ 108 એમ્બ્યુલન્સ લઈ ભૂરાપાણી ગામે પહોંચ્યા હતા. જ્યાંથી 108 એમ્બ્યુલન્સની ટીમે આ સગર્ભા મહિલાને પ્રસુતિ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામગહાન ખાતે ખસેડી હતી. શામગહાન સીએચસીનાં અધિક્ષક ડો. મિલન પટેલની ટીમ દ્વારા આ મહિલાની નોર્મલ ડિલિવરી કરાવતા આ મહિલાએ ત્રણ બાળકને જન્મ આપ્યો હતો.
લેખરાજ સામનાની
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Advertisement