આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

સુરતના હજીરાથી કન્ટેનર ભરી નીકળેલા ટ્રેલર ચાલકે ઝઘડિયા નજીક ટ્રેલરના વ્હીલ તથા ડીઝલ ચોરી કરી પલાયન થઈ ગયો.

સુરતના હજીરાથી કન્ટેનર ભરી નીકળેલા ટ્રેલર ચાલકે ઝઘડિયા નજીક ટ્રેલરના વ્હીલ તથા ડીઝલ ચોરી કરી પલાયન થઈ ગયો.

ટ્રેલર ચાલક હજીરાથી નીકળી ઝઘડિયાના ઉમલ્લા પાસેની રાજશ્રી પોલીફિલ કંપનીમાં કન્ટેનર લઈ જતો હતો તે દરમિયાન નાના સાંજા ગામ નજીક હોટેલ પર ટ્રેલર મૂકી ચોરી કરી ફરાર થઈ ગયો.શ્રીનાથ ટ્રાન્સપોર્ટ ના સુપરવાઇઝર ટ્રેલર ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ૧.૨૩ લાખના ટ્રેલરના સાધનોની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

સુરતના હજીરાથી શ્રીનાથ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનું ટ્રેલરમાં કન્ટેનર મુકી ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ પાસેની રાજશ્રી પોલીફિલ કંપનીમાં આવવા માટે નીકળ્યો હતો. ટ્રેલર ચાલક શાહબુદ્દીન કથાટે ટ્રેલર ઝઘડિયા નાનાસાંજા ગામ નજીક હોટલ પર પાર્ક કરી તેના વ્હીલ તથા ડીઝલ ચોરી ટ્રેલર મુકી પલાયન થઈ ગયો હતો. ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝરે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ૧.૨૩ લાખ ની મત્તાની ચોરીની ફરિયાદ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સુરતના પુણા કુંભારીયા રોડ પર સરદાર માર્કેટમાં આવેલ શ્રીનાથ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં મુકેશકુમાર વિનય કુમાર પાંડે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ગત તા.૬.૧૦.૨૦ ના રોજ તેમના ટ્રાન્સપોર્ટના ટ્રેલર પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો શાહબુદ્દીન સુલતાન કથાટ અદાણી પોર્ટ્સ થી તેના ટ્રેલરમાં કન્ટેનર ભરી ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક આવેલ રાજશ્રી પોલીફિલ કંપનીમાં જવા માટે નીકળ્યો હતો. ટ્રેલર ચાલક શાહબુદીન કથાટે તેના કબજાનો ટ્રેલર કંપની પર નહીં પહોંચાડી ઝઘડિયાના નાના સાંજા ગામ નજીક એક હોટલ પર પાર્ક કરી દીધું હતું. હોટલ પર ટ્રેલર કન્ટેનર સાથે પાર્ક કર્યા બાદ ટ્રેલર કંપની પણ નહીં પહોંચતાં ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝર તેની શોધમાં ઝઘડિયા તરફ આવ્યા હતા, ત્યારે ટ્રેલર બિનવારસી હાલતમાં હોટલના કમ્પાઉન્ડમાં પડેલું હતું. ટ્રેલરમાં ચેક કરતા ટ્રેલરમાં ફિટ કરેલ વ્હીલ પૈકી બે વીલ ડ્રમ સાથે કાઢી ગયેલ હતા તથા અન્ય માં ફિટ કરેલ કંપનીના ટાયર ન હતા તેના બદલે અન્ય કંપનીનાં ટાયર ફીટ કરેલા હતા તથા ટ્રેલરમાંથી ડીઝલ પણ ચોરી થયું હતું.  શ્રીનાથ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સુપરવાઇઝર મુકેશ કુમાર પાંડેએ ઝઘડિયા પોલીસ મથકમાં ટ્રેલરના ૧,૨૩,૫૦૦ મત્તાની ચોરી કરી ગયા હોય ટ્રેલર ચાલક શાહબુદ્દીન સુલતાન કથાટ રહે. રજોર જિ. રાજસમંદ રાજસ્થાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

નિમેષ ગોસ્વામી
ઝઘડીયા
નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button