લાખણી તાલુકાના મોટા કાપરામા વિધવા મહિલા પર આધેડ વય ના વ્યક્તિએ ગુજાર્યો બળાત્કાર !
બનાસકાંઠાના લાખણી તાલુકાના મોટાકાપરા ગામમાં એક વિધવા મહિલા પોતાના પુત્રો સાથે રહે છે અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે આ વિધવા મહિલા પર ગામના નેનાભાઈ પરમાર ની દાનત બગડતા મહિલા ના ઘરે આવી આ યુવકે વિધવા ને ધમકી આપી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારેલ અને જો કોઈને કહેશે તો તેના પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે હેબતાઈ ગયેલી વિધવા મહિલા ગભરાઈ ગઈ અને શું કરવું તે શુજતું ન હતું ત્યારે આ બનાવ બાબતે મહિલા આખરે નજીકના સગાં ને વાત કરતા વિધવા મહિલા ને હિંમત આપી ફરિયાદ આપવા ભીલડી પોલીસ મથકે લઈ ગયેલ અને પોલીસ સમક્ષ સમગ્ર ઘટના થી વાકેફ કરતા ભીલડી પોલીસ એ આરોપી નેનારામ પરમાર સામે બળાત્કાર અને ધમકીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરેલ.
બનાસકાંઠા માં વધી રહેલા ગુન્હાખોરી ના બનાવોને લઈને હાલ સમગ્ર જિલ્લાવાસીઓ માં ચિંતા નો વિષય છે.ત્યારે પોલીસ નો ડર હવે ગુન્હાખોરી કરતા તત્વો સામે ન હોય તેનું લાગી રહ્યું છે..
રાઠોડ નરેશ
લાખાણી બનાસકાંઠા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in