આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

શાકભાજી ની આડ માં વિદેશી દારૂ નો સપ્લાય કરતા આરોપી ને રૂ, 2,25,120/- ના મુદ્દામાલ સાથે જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યો! જોવો વીડિયો માં!

શાકભાજી ની આડ માં વિદેશી દારૂ નો સપ્લાય કરતા આરોપી ને રૂ, 2,25,120/- ના મુદ્દામાલ સાથે જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યો! જોવો વીડિયો માં!

વડોદરા ના જવાહરનગર પોલીસે શાકભાજી ના ધંધા ની આડ માં વિદેશી દારૂ નો ધંધો કરતા આરોપી ને ઝડપી પાડ્યો છે,

વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી આર,બી,બ્રહ્મભટ્ટ તથા સંયુક્ત પો,કમિશનર શ્રી ચિરાગ કોરોડીયા તથા જોન-1 DCP દિપક મેઘાણી ના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા બી ડીવીસન ACP બી,એ,ચૌધરીની સૂચના મુજબ જવાહરનગર પોલીસ સ્ટેશન ના PI જે,આઈ,પટેલ નાઓ દ્વારા પ્રોહીબેશન અને જુગાર જેવી પ્રવૃતિઓ પર લગામ બાંધવા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં બાતમી ના આધારે એક ટેમ્પો માં શાકભાજી ની આડ માં સંતાડી ને લઈ જવાતો વિદેશી દારૂ જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યો

જવાહરનગર પોલીસ મથકના સ્ટાફ રનોલી હાઇવે પાસે પેટ્રોલિંગ માં હતા તે સમયે અ.હેડ.કોન્સ ભુપેન્દ્રસિંહ તથા અ.લો.ર હંસાભાઈ ને બાતમી મળેલ હતી કે ટેમ્પો માં શાકભાજી આડ માં આરોપી વિદેશી દારૂ નો જથ્થો સપ્લાય કરવાનો છે , બાતમી ના આધારે પોલીસે શાકભાજી ની આડમાં સપ્લાય થતા દારૂ ને પકડવા વોચ ગોઠવી હતી,
ચેકીંગ દરમિયાન એક ટેમ્પોમાં શકભાજી ના કેરેટ નીચે છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપી ને ધરપકડ કરવામાં આવી,
આરોપી ટેમ્પા નીચે ગુપ્ત ખાનું બનાવીને દારૂ સપ્લાય કરતો હતો,
ટેમ્પા માં શાકભાજી ના કેરેટ મૂકી ની શાકભાજી ના કેરેટ નીચે ગુપ્ત ખાના માં વિદેશી દારૂ નો વેપલો
કુલ 144 નંગ વિદેશી દારૂ ની બોટલો પોલીસે કબ્જે કરી સાથે એક થ્રિ વિહલર ટેમ્પો પણ પોલીસે કબ્જે કરેલ

દારૂ ના મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપી
કરશનભાઈ મોહનભાઇ ધાણક. રહે- ધાણક ફળિયું ભોરદલી છોટાઉદેપુર
વિદેશી દારૂ આપનાર વોન્ટેડ આરોપી
હરસિંગભાઈ સેંગલાભાઈ રાઠવા. રહે ભોરદલીગામ સરપંચ ફળિયું છોટાઉદેપુર

વધુ માં રાજય સરકાર દારૂ બંધી ની વાતો કરી રહી છે તો એક તરફ રાજ્ય ના અમુક સંગઠનો અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દારુ બંધી હટાવવાની વાતો કરી રહ્યા છે, તેવામાં ગુજરાત માં બુટલેગરો બેફામ દારૂ નું વેચાણ કરી રહ્યા છે!

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button