ફાજપુર મહીસાગર નદી માં હત્યા કરેલ હાલત માં મળેલ લાશ ના હત્યારાઓ ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા! જાણો શા માટે હત્યા કરી!
ફાજપુર મહીસાગર નદી માં હત્યા કરેલ હાલત માં મળેલ લાશ ના હત્યારાઓ ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા! જાણો શા માટે હત્યા કરી!
વડોદરા શહેર નજીક આવેલા ફાજલપુર નજીકથી પસાર થતી મહિસાગર નદીમાંથી ગત તા. 4 ઓકટોબરના રોજ ડિકમ્પોઝ થયેલી હાલતમાં એક મહિલાની લાશ મળી હતી. હતી, નંદેશરી પોલીસે મહિલાની લાશનુ પોસ્ટ મોર્ટમ કરાવતા તેની હત્યા થઇ હોવાનુ બહાર આવ્યું હતુ.
નંદેશરી પોલીસે આરોપીઓ ને પકડવા તપાસ ચાલુ કરી હતી અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા કામે લાગી હતી. લાશ ની સાથે એક સિમ કાર્ડ વગર નો મોબાઈલ મળી આવ્યો હતો, મોબાઇલના IMEI નંબર થી પોલીસને હત્યારાઓ સુધી પોહચી. રાજ્ય ના અલગ અલગ પોલીસ સ્ટેશન માંથી મહિલા ગુમ ના રિપોર્ટ મંગાવ્યા હતા,
હત્યા થેયેલ મહિલા મુળ ઉત્તરપ્રદેશના જમનીપુરા તીગરા ગામમાં રહેતી ગુડીયા ઉર્ફે મુસ્કાન ખાનને સોહેબ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. જોકે સોહેબના મોટાભાઇ મુજસ્સમ ઉર્ફે સેબુ અનવરઉલહસન ખાનને બન્નેનો પ્રેમસબંધ મંજૂર ન હતો પરંતુ સોહેબ ગુડીયા સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતો હતો. જેથી મોટાભાઇએ તેના નાનાભાઇ સોહેબને અનેક વખત સમજાવ્યો પરંતુ શોએબ માન્યો ના હતો. સોહેબ અને મુસ્કાન લગ્ન કરે તેનો મુજસ્સમ ઉર્ફે સેબુને સખ્ત વિરોધ હતો. જેથી તેણે મુસ્કાન પોતાના ભાઈ ની જિંદગી માંથી દૂર કરી નાખવા હત્યાનો પ્લાન ઘડી ગુજરાત ખાતે ફરવાના બહાને તેણીને ટ્રકમાં લઇ આવ્યો હતો. જ્યાં તેણે ચાંગોદર ખાતે ટ્રકનો સામાન ખાલી કરી મિત્રની ટ્રકમાં ક્લીનર સંદીપ અને મુસ્કાન સાથે બેસી ગયો હતો. દરમિયાન વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર પહોંચતા મુજસ્સમ ઉર્ફે સેબુએ ચાલુ ટ્રકમાં મુસ્કાનનુ ગળુ દબાવ્યું અને બીજી તરફ સંદીપે તેના પગ પકડી રાખી હત્યા કરી નાખી હતી. મુસ્કાનની હત્યા કર્યા બાદ તેના હાથ-પગ અને મોઢું બાંધી લાશને ધાબળામાં વિટી એક્સપ્રેસ હાઇવે પરના મહિસાગર બ્રીજ પરથી નદીમાં ફેંકી દીધી હતી. જોકે હત્યારાઓ માનતા હતા કે, ઉત્તર પ્રદેશની યુવતિ હોવાથી પોલીસને કંઇ ખબર નહીં પડે, પરંતુ એવુ શક્ય બન્યુ નહીં અને મુસ્કાનના કપડામાંથી મળી આવેલા મોબાઇલ ફોને બન્ને હત્યારાઓ સુધી ક્રાઇમ બ્રાન્ચને પહોંચાડી દીધા હતા. જોકે આ મોબાઇલ ફોન મુસ્કાનના પ્રેમી શોએબ જ તેણીને આપ્યો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ. હત્યારાઓ હત્યા કરીને મુસ્કાન ની લાશ ને નદી માં ફેંકી મુંબઇ ખાતે નીકળી ગયેલ,
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ ની વિગતો
સદર ગુનામાં સૌપ્રથમથી જ લાશ એક્ષપ્રેસ વેના બ્રીજ પરથી ફેકેલ હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમ જણાય આવેલ. અને લાશ એક દિવસથી વધારે નદીમાં હોવાનું ફલીત થયેલ. આ ઉપરાંત ટેકનીકલ સર્વેલન્સ દ્વારા મરણ જનારની ઓળખ છતી કરવા મદદરૂપ થયેલ ટેકનીકલ સર્વેલન્સમા મરણ જનારના સૌથી વધુ સંપર્ક ટ્રક ડ્રાઇવરો તેમજ ટ્રાન્સપોર્ટની લગત વ્યવસાય કરતા ઇસમો સાથે સંપર્કમાં હોવાની હકીકત જણાય આવેલ.
ક્રાઇમ બ્રાન્ચે તા .૦૧/ ૧૦/ ૨૦૨૦ થી તા .૦૩/ ૧૦/ ૨૦૨૦ દરમ્યાન એક્ષપ્રેસ વે પરથી પસાર થનાર
શંકાસ્પદ ટ્રક ડ્રાઇવરોના નામ સરનામા શોધી કાઢેલ.
જે આધારે મુખ્ય આરોપી મુજાસમ ઉર્ફ સેબુ ખાનને ભચાઉ ખાતેથી તેમજ સહ આરોપી સંદીપ શ્રીવાસ્તવને મોરબી ખાતેથી ઝડપી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરેલ છે.
સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
ક્રાઇમ બ્રાન્ચના DCP જયદીપસિંહ જાડેજા , ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર જે.જે.પટેલ તથા સ્ટાફના લક્ષ્મીકાંત, ભરતભાઇ, હર્ષદકુમાર, કુલદિપસિંહ, જૈનુલઆબેદીન, હીતેન્દ્રસિંહ, હરદિપસિંહ, નીતીન, હર્ષપાલસિંહ, જયેન્દ્રસિંહનાઓએ સદર સારી કામગીરી કરેલ છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/