ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વાહનચાલકોને આડેધડ દંડ ફટકારતા પોલીસ તંત્ર સામે બીટીએસ ની કુચ યોજાઈ! નાયબ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વાહનચાલકોને આડેધડ દંડ ફટકારતા પોલીસ તંત્ર સામે બીટીએસ ની કુચ યોજાઈ! નાયબ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું
બીટીએસ દ્વારા રાજ્યપાલ ને સંબોધી ઝઘડિયા નાયબ કલેકટરને પોલીસ દ્વારા ખાનગી વાહનચાલકોને કનડગત કરવા માટેનું ષડયંત્ર હોવાનું જણાવી આવેદનપત્ર આપ્યું.
રાજ્ય સરકારના પોલીસ વિભાગ દ્વારા 2020 ના મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરી ટ્રાયબલ વિસ્તારમાં વાહન ચાલકોને હેરાન પરેશાન કરવાનું ષડયંત્ર જણાવ્યું હતું.
રોંગ સાઈડ ડ્રાઇવિંગ, ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ, અડચણરૂપ પાર્કિંગ, હેલ્મેટ વગર ડ્રાઇવિંગ વિગેરે ના બહાના હેઠળ હજારો નો દંડ ફટકારતા હોય તેમ જણાવી જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલા ભરવા જણાવ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકા પોલીસ દ્વારા એક માસ માં ૧૫૦ જેટલી એફઆઇઆર તેમજ સેકડો આરટીઓ મેમા આપવામાં આવ્યા છે.
વાહનચાલકોને ખોટી રીતે દંડ કરવા નું બંધ કરવામાં નહીં આવે તો BTS દ્વારા પ્રતીક ધરણાં તેમજ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
નિમેષ ગોસ્વામી ઝઘડીયા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/