JIO 5G નું સફળ ટેસ્ટિંગ, ભારતમાં ટૂંક સમયમાં આવશે , ટેકનિકે બધા પેરામીટર પર પોતાને ઉત્તમ સાબિત કરી
JIO 5G નું સફળ ટેસ્ટિંગ, ભારતમાં ટૂંક સમયમાં આવશે , ટેકનિકે બધા પેરામીટર પર પોતાને ઉત્તમ સાબિત કરી
અમેરિકાની ટેકનોલોજી ફર્મ ક્વાલકોમ સાથે મળીને રિલાયન્સ જિયોએ અમેરિકામાં પોતાની ૫જી ટેકનોલોજીનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. અમેરિકાના સાન ડિયાગોમાં યોજાયેલી એક વર્ચુઅલ ઈવેન્ટમાં આ જાહેરાત કરવામાં આવી. રિલાયન્સ જિયોના પ્રેસિડન્ટ મેથ્યુ ઓમાને ક્વાલકોમ ઈવેન્ટમાં કહ્યું કે, ક્વાલકોમ અને રિલાયન્સની સબ્સિડિયરી રેડિસિસ સાથે મળીને અમે ૫જી ટેકનિક પર કામ કરી રહ્યા છીએ, જેથી ભારતમાં તેને જલદી લોન્ચ કરવામાં આવી શકે. આવનારા દિવસોમાં ભારતમાં ૧જીબીપીએસની સ્પીડ યૂઝર્સને મળશે. લગભગ ૩ મહિના પહેલા જ ૧૫ જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની એજીએમમાં રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ ૫જી ટેકનોલોજી શોધવાની જાહેરાત કરી હતી. સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરી વિકસિત કરાયેલી આ ટેકનિકને દેશને સોંપતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ૫જી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થતા જ રિલાયન્સ જિયો ૫જી ટેકેનિકના ટેસ્ટિંગ માટે તૈયાર છે અને ૫ય્ ટેકનિકના સફળ ટેસ્ટિંગ પછી આ ટેકનિકના નિકાસ પર રિલાયન્સ ભાર આપશે. ભારતમાં અત્યાર સુધી ૫જી ટેકનિકના ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી થઈ શક્યું અમેરિકામાં રિલાયન્સ જિયોની ૫ય્ ટેકનિકનું સફળ ટેસ્ટિંગ કરી લેવાયું છે. ટેકનિકે સંપૂર્ણ રીતે બધા પેરામીટર પર પોતાને ઉત્તમ સાબિત કરી છે. ક્વાલકોમના સીનિયર ઉપાધ્યક્ષ દુર્ગા મલ્લદીએ કહ્યું કે, અમે જિયો સાથે મળીને ઘણા પ્રકારના એકપેન્ડેબલ સોલ્યુશન તૈયાર કરી રહ્યા છીએ. આ વર્ષે જુલાઈમાં ક્વાલકોમ વેન્ચરના ઈન્વેસ્ટમેન્ટ યુનિટ ક્વાલકોમ ઈન્કે જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણની જાહેરાત કરી હતી. ક્વાલકોમે જિયો પ્લેટફોર્મ્સમાં ૦.૧૫ ટકા ભાગીદારી માટે ૭૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ક્વાલકોમ સાથે મળીને જિયો ૫જી વિઝન પર કામ કરશે અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહકાર આપશે. ક્વાલકોમ ટેકનોલોજી દુનિયાની અગ્રણી વાયરલેસ ટેકનોલોજી ઈનોવેટર છે અને ૫જી ટેકનિક પર કામ કરે છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA