અમદાવાદ ના નારણપુરામાં કિડ્સ વર્લ્ડના સંચાલક દ્રારા બાળમજૂરીનું કરાતું શોષણ —

એક બાજુ રાજ્ય માં બાળમજૂરી વિરોધી નારા ગુંજી રહ્યા છે તો બીજી બાજુ ચાનીકિટલીઓ .ખાણી-પીણીની લારીઓ.નાના મોટા ગેરેજો. હોટલો-રેસ્ટોરન્ટોમાં બાળકો પાસે અશખ્ય કામ કરાવવામાં આવી રહ્યું છે કેટલાક બાળકો મજૂરી વસ પોતાની વય કરતા વધુ ક્ષમતા વાળું કામ કરી રહ્યા છે અને માલિકો તેમને નજીવું વેતન આપી ભરપૂર શોષણ કરી રહ્યા છે
આવો જ એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ કિડ્સ વર્લ્ડ ચાર રસ્તા પાસે. મહર્ષિ અરવિંદ ઘોષ મ્યુનિસિપલ ઉદ્યાન પાસે.અમુલ પાર્લર ની સામે આવેલ કિડ્સ વર્લ્ડમાં પણ 10.થી વધુ 18 વર્ષ થી નીચેની વય ના બાળકો કામ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કિડ્સ વર્લ્ડ બાળકોના મનોરંજન માટેનો શોખ છે. જ્યાં જુદાં જુદાં પ્રકારના કિડ્સ યુનિટ હોય છે. જેમાં 17 વર્ષ થી નીચેની વયના બાળકો કામ કરી રહ્યા છે. કિડ્સ વર્લ્ડ નો સંચાલક આ બાળકોને નજીવું વેતન આપી તન તોડ કામ કરાવેછે. બાળકોના મનોરંજન માટે બાળકોને જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .આ બાળમજૂરો મજબૂરીવસ. ગરીબ ઘરમાંથી આવે છે જેમણે પોતાની સાથે પોતાના ગરીબ પરિવારના પાલનપોષણ ની જવાબદારી છે અને રમવા.ભણવાની વયે આ બાળકો મજૂરી કામ કરી રહ્યા છે. સુ ? કિડ્સ વર્લ્ડ ના સંચાલક આ બાળકોનું આર્થિક શોષણ કરી રહ્યા છે ત્યારે જવાબદાર અધિકારીઓએ આ કિડ્સ વર્લ્ડ ના સંચાલક સામે આકરા પગલાં ભરવા જોઈએ. કાણરકે બાળમજૂરી ભાષણો આપવાતી કે ઓનપેપર કામગીરી કરવાથી કે પછી સંમેલનો .સેમિનારો કરવાથી નથી દૂર થતી પણ તેના માટે નક્કર કાર્યવાહી કરવાની તાતી આવશક્યતા છે.