આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયામનોરંજનવ્યાપાર

કેન્દ્રના ૩૦ લાખથી વધુ કર્મીઓનેે દશેરાએ દિવાળી, બોનસ અપાશે , કેન્દ્ર સરકારની દિવાળી પહેલાં કર્મચારીઓને ભેટ

કેન્દ્રના ૩૦ લાખથી વધુ કર્મીઓનેે દશેરાએ દિવાળી, બોનસ અપાશે , કેન્દ્ર સરકારની દિવાળી પહેલાં કર્મચારીઓને ભેટ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટની બેઠકમાં એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ૩૦ લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં થયેલ ર્નિણયોની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સરકારી કર્મચારીઓના ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તરત જ પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાંસ સ્કીમ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
કોવિડ ૧૯ના કારણે ભાંગી પડેલ અર્થતંત્રને ફરી વેગવાન કરવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જે હેઠળ આજે કેબિનેટની બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રોડક્ટિવિટી અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની જાહેરાત કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતથી ૩૦ લાખ ૬૭ હજાર નોન-ગજેટેડ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને લાભ મળશે. જોકે, આ જાહેરાત બાદ સરકારી ખજાના પર ૩,૭૩૭ કરોડ રૂપિયાનો બોજો વધશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે બોનસને સિંગલ ઇન્સ્ટોલમેન્ટમાં જાહેર કરવામાં આવશે. આ મૂડી ડીબીટીના માધ્યમથી વિજયાદશમી પહેલા જારી કરવામાં આવશે. આ પહેલા સરકારે એલટીસી કેશ વાઉચર સ્કીમની જાહેરાત પણ કરી હતી. જે હેઠળ લીવ ટ્રાવેલ્સ કંપેનસેશનનો ત્રણ ગણો ખર્ચ કરી આનો લાભ લઈ શકાશે. જેમને બોનસનો લાભ મળવાનો છે તેમાં રેલવે, પોસ્ટ ઓફિસ, ઈપીએફઓ અને ઈએસઆઈસીના ૧૭ લાખ કર્મચારીનો સમાવેશ થાય છે. તેને પ્રોવક્ટિવિટી લિંક્ડ બોનસ આપવામાં આવશે. અન્ય ૧૩ લાખ કેન્દ્રીય કર્મચારીઓને નોન- પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ મળશે. સરકારનો આ ર્નિણય એટલા માટે મહત્વનો છે કારણ કે તહેવારોની સિઝનમાં લોકો વધારે ખર્ચ કરી શકે. સરકારનું કહેવું છે કે મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવવાથી બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને ફાયદો થશે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button