આરોગ્યગુજરાતજીવનશૈલી

પત્નીને ઝેર આપી ૩ પુત્રીની હત્યા કરીને આરોપી ફરાર , બે વર્ષ, પાંચ વર્ષ અને દસ વર્ષની દીકરીઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેના પિતાએ પતાવી દીધી

પત્નીને ઝેર આપી ૩ પુત્રીની હત્યા કરીને આરોપી ફરાર , બે વર્ષ, પાંચ વર્ષ અને દસ વર્ષની દીકરીઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેના પિતાએ પતાવી દીધી


કચ્છના માંડવી તાલુકાના જખણીયા ગામેથી હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. આરોપી દ્વારા પોતાના જ પરિવારના જ ચાર સભ્યોની હત્યા કરવાના બનાવથી આખા તાલુકામાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના માંડવી તાલુકાના જખણીયા ગામે આ બનાવ બન્યો છે. જ્યા આરોપી વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધી છે. ચારેયની હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો અનુસાર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ત્રણેય પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દેવામા આવી હતી. મૃતકોમાં આરોપીની પત્ની તેમજ ત્રણ દીકરીનો સમાવેશ થાય છે. જેમાં સૌથી નાની ઉંમરની દીકરીની ઉંમર ૨ વર્ષ, ૫ વર્ષ અને ૧૦ વર્ષની દીકરીઓને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને પિતાએ પતાવી દીધી હતી. ત્યાં જ પત્નીને ઝેર આપવામાં આવ્યું હતું. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે પરિવારના ચાર સભ્યોની હત્યા શા માટે કરવામાં આવી છે તેના વિશે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આરોપીનું નામ જખુભાઈ ઉર્ફે શીવજી પાચાણ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button