આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયાવ્યાપાર

ઈ-પેમેન્ટથી ૪.૭૬ લાખ દસ્તાવેજની નોંધણી થઈ , કોરોના કાળમાં ઈ-પેમેન્ટ ફરજિયાત કરાયું હતું

ઈ-પેમેન્ટથી ૪.૭૬ લાખ દસ્તાવેજની નોંધણી થઈ , કોરોના કાળમાં ઈ-પેમેન્ટ ફરજિયાત કરાયું હતું

વૈશ્વિક કોરોના મહામારીના સમયમાં રાજ્યમાં કોરોના સંક્રમણ અટકે તથા દસ્તાવેજ નોંધણીને સંલગ્ન પ્રક્રિયા પણ કાર્યરત રહે તેને ધ્યાનમાં લઇને નોંધણી ફીની ફરજીયાત ઇ-પેમેન્ટથી ચુકવણી કરવા તથા દસ્તાવેજ નોંધણી માટે ફરજીયાત અપોઇન્ટમેન્ટ મેળવવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત છેલ્લા છ માસમાં રાજ્યામાં દસ્તાવેજ નોંધણીની ઈ-પેમેન્ટ વ્યવસ્થા થકી૪.૭૬ લાખ દસ્તાવેજની નોંધણી કરવામાં આવી છે તેમ નોંધણી નિરીક્ષક કચેરીની યાદીમાં જણાવાયું છે. નોંધણી નિરીક્ષક કચેરીના તાબા હેઠળ કાર્યરત સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા દસ્તાવેજોની નોંધણીને સંલગ્ન કામગીરી કરવામાં આવે છે. તા. ૨૪ એપ્રિલ ૨૦૨૦ થી દસ્તાવેજ નોંધણી માટે નોંધણી ફીની ચુકવણી ઇ-પેમેન્ટથી કરવા અને અપોઇન્ટમેન્ટ મેળવવાની પ્રક્રિયા કાર્યરત છે. આ દસ્તાવેજ નોંધણીની પ્રકિયા એકદમ સરળાતાથી કામ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન અરજદારને હાલાકી ન પડે તે માટે ીખ્તટ્ઠટ્ઠિદૃૈ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ વેબસાઇટ પર “માર્ગદર્શિકા” મુકવામાં આવી છે.જો કોઇ અરજદારને દસ્તાવેજ નોંધણી અંગે મુશકેલી કે પ્રશ્ન હોય તો જીલ્લાના નોંધણી નિરીક્ષકશ્રીને અથવા રાજયની વડી કચેરીના મદદનીશ નોંધણી સર નિરીક્ષકશ્રીનો સંપર્ક કરી શકે છે.યાદીમાં વિશેષમાં જણાવાયું છે કે, તા. ૨૪ એપ્રિલ ૨૦૨૦ થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૦ સુધી ગરવી વેબસાઈટ મારફતે ૪,૭૬,૦૫૪ દસ્તાવેજોનોંધાયા છે તથારૂપિયા ૭૭૩.૬૩ કરોડની આવક થઈ છે. આ તમામ નોંધણી ફીનું સફળતાપૂર્વક ઓનલાઈન પેમેન્ટ થયું છે. આ છ મહિનાના સમયગાળામાં જે તે અરજદારની વ્યક્તિગત ભુલ, મિલકતની લે-વેચના ર્નિણયમાં થયેલ ફેરફાર અને સિસ્ટમને કારણે થયેલ ભુલને કારણેમાત્ર ૫૪૮ કિસ્સામાં જ નોંધણી અને સ્ટેમ્પડ્યુટી રીફંડના કિસ્સા ઉદભવ્યા છે. જે ૪,૭૬,૦૫૪ લાખ સફળ ટ્રાન્ઝેકશનના પ્રમાણમાં ખૂબ જ ઓછુ અવગણી શકાય એટલું ૦.૧૧% છે તેમ નોંધણી સર નિરીક્ષક કચેરીની યાદીમાં વધુમાં જણાવાયું છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button