આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયાવ્યાપાર

દેશી કોરોના વેક્સિનને ત્રીજા ટ્રાયલ માટેની મંજૂરી અપાઈ , ભારત બાયોટેકની કોવાક્સિનનું નવેમ્બરમાં અંતિમ ટ્રાયલ

દેશી કોરોના વેક્સિનને ત્રીજા ટ્રાયલ માટેની મંજૂરી અપાઈ , ભારત બાયોટેકની કોવાક્સિનનું નવેમ્બરમાં અંતિમ ટ્રાયલ


દેશી કોરોના વેક્સિન Covaxin નું છેલ્લા તબક્કાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થઈ શકે છે. ભારત બાયોટેકને ડ્રગ રેગ્યુલેટર તરફથી ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઈની નિષ્ણાત સમિતિની મંગળવારે બેઠક મળી હતી. તેમાં રસીના છેલ્લા ટ્રાયલને મંજૂરી આપવામાં આવી હતી. ડીસીજીઆઈએ પ્રોટોકોલમાં થોડો ફેરફાર કર્યો છે. ભારતમાં રસીના ટ્રાયલમાં ૨૫,૦૦૦થી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. તેમને ૨૮ દિવસના અંતરે રસીના બે ડોઝ આપવામાં આવશે. પ્રારંભિક ટ્રાયલમાં રસીના પરિણામોએ અપેક્ષા વધારી છે. કોવાક્સિને કોરોના વાયરસની પ્રથમ સ્વદેશી રસી છે. જેનું નિર્માણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના સહયોગથી કરવામાં આવ્યું છે. ૫ ઓક્ટોબરે સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કંપનીને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે પ્રોટોકોલને પુનઃ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સમિતિનું માનવું હતું કે ત્રીજા તબક્કાની ટ્રાયલ માટેની ડિઝાઇન સંતોષકારક હતી. પરંતુ તેની શરુઆત બીજા તબક્કાના સલામતી અને રોગપ્રતિકારક શક્તિના ડેટા દ્વારા સાચો ડોઝ નક્કી કર્યા પછી જ ત્રીજો તબક્કો શરૂ થવો જોઈએ. સમિતિએ પહેલા તે ડેટાની કંપની પાસેથી માગણી કરી હતી. પહેલી સ્વદેશી વેક્સીન બનાવનાર કંપની ભારત બાયોટેકનો પ્લાન છે કે દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને આસામમાં કોવાક્સિન Covaxin ના છેલ્લા તબક્કાનું ટ્રાયલ કરવાની યોજના ધરાવે છે. કંપની ફેબ્રુઆરી સુધીમાં અંતિમ ટ્રાયલના પરિણામ આવી જશે તેવી આશા ધરાવે છે. ત્યારબાદ આ સ્વદેશી રસીના મેડિકલ એપ્રુવલ અને સામાન્ય બજારમાં રજૂ કરવા માટે પરમિશન મેળવવા એપ્લાય કરવામાં આવશે. ભારત બાયોટેકે તેની કોવિડ રસીમાં Alhygroxiquim-!! નામના અજુવન્ટનો ઉમેરો કર્યો છે. તેનાથી રસીના ઇમુન રિસ્પોન્સમાં સુધારો થશે અને તેનાથી લાંબા સમય સુધી કોરોનાથી સુરક્ષા મળશે. અજુવંટ એક એવું એજન્ટ છે જેના ભેળવવાથી રસીની ક્ષમતામાં ખાસ્સો વધારો થાય છે. જે રસીકરણ પછી શરીરમાં વધુ એન્ટિબોડીઝ પેદા કરે છે અને લાંબા સમય સુધી રોગપ્રતિકારક શક્તિ આપે છે. કોવાક્સિન ઉપરાંત ભારતમાં વધુ બે કોરોના રસીઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ)એ ઓક્સાર્ફડ-એસ્ટ્રાઝેનેકાની રસીમાં ભાગીદારી કરી છે. કંપની દેશમાં તેમની રસીનું પરીક્ષણ કરી રહી છે. આ ઉપરાંત ઝાયડસ કેડિલાએ ઝેડવાયસીઓવી-ડી નામની રસી બનાવી છે. બીજી ઘણી કંપનીઓ પણ સંશોધન કરી રહી છે. તો કેટલીક ફાર્મા કંપનીઓ વેક્સીનને લઈને વિદેશી કંપનીઓ સાથે ડીલ કરી છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button