આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયામનોરંજન

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે, 25મીએ મહેશ કનોડિયાએ દુનિયાને અલવિદા કરી હતી , 

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે, 25મીએ મહેશ કનોડિયાએ દુનિયાને અલવિદા કરી હતી , 

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે. હાલમાં સ્વ.નરેશ કનોડિયાનો પરિવાર તેમના પાર્થિવદેહને યુએન મહેતા હોસ્પિટલથી સીધા ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં લઈ જવા નીકળ્યા છે. ત્યારે લોકોએ રસ્તા પર સબવાહીની ઊભી રાખી અને તેમનાં અંતિમ દર્શન માટે વિનંતી કરી હતી, સાથે જ લોકોએ તેમના પાર્થિવદેહ પર પુષ્પવર્ષા પણ કરી હતી. સબવાહીનીનો દરવાજો ખૂલતાં જ મહિલાઓનું હૈયાફાટ રુદન શરૂ થઈ ગયું હતું.

નરેશ કનોડિયાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં આજે તેમનું નિધન થયું છે. હાલમાં નરેશ કનોડિયાના ઘરે સગાં-સંબંધી એકઠાં થયાં છે. હવે યુએન મહેતા હોસ્પિટલથી તેમના પરિવારજનો પાર્થિવદેહને લઈને સીધા ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં લઈ જવા નીકળ્યા. સાથે જ અન્ય સગાં-સંબંધીઓ સ્મશાનગૃહ જવા રવાના થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરેશ અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પી

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button