કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં લગ્ન સમારોહમાં 200 મહેમાનો હાજર રાખવા માટે આ નિયમનું કરવું પડશે પાલન
કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં લગ્ન સમારોહમાં 200 મહેમાનો હાજર રાખવા માટે આ નિયમનું કરવું પડશે પાલન
ગુજરાતમાં લગ્ન સમારોહમાં હવેથી 100ને સ્થાને 200 લોકો હાજર રહી શકશે. લગ્ન સમારોહનું સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહીં પણ મહત્તમ 200 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આ છૂટછાટનો 3 નવેમ્બરથી રાજ્યભરમાં અમલ થશે. કોરોના સંક્રમણને પગલે ‘અનલોક’ની ગાઇડલાઇન્સ પ્રમાણે અગાઉ લગ્ન કે સત્કાર સમારોહમાં માત્ર 100 લોકો જ હાજર રહી શકે તેવી પરવાનગી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે 200 લોકોને છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા-સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે, બંધ હોલમાં આ પ્રકારનો સમારોહ યોજાઇ રહ્યો હશે તો તેવા કિસ્સામાં હોલની કેપેસિટીના 50 %થી વધુ નહીં પણ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. જેનો મતલબ કે લગ્ન સમારોહમાં 200 લોકોને આમંત્રિત કરી રહ્યા હોવ તો તે સ્થળની ક્ષમતા 400થી વધુની હોવી જોઇએ. રાજ્ય સરકારે જારી કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, ‘કન્ટેન્મેન્ટ ઝોનમાં 1 નવેમ્બરથી 30 નવેમ્બરના રાત્રે 12 કલાક સુધી લોક ડાઉનની અવિધ લંબાવવામાં આવી છે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં 30 સપ્ટેમ્બરના હુકમ અનુસાર નિયત પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે. આ માર્ગદર્શિકા પ્રમાણે હવે અગાઉની જેમ ધામધૂમથી લગ્ન સમારોહ યોજી શકાશે. કોરોનાને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી સમારોહ-મેળવડા યોજવા પર પ્રતિબંધ હતો
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/