આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

સુરતથી રાજકોટ લાવતા ગાંજા સાથે ચારની ધરપકડ , ગાંજાની ડિલિવરી સુરતના જંગલેશ્વરમાં રહેતા અર્જુન, દિલાવર અને પરેશ નામના ત્રણ શખ્સો લેવાના હતા

સુરતથી રાજકોટ લાવતા ગાંજા સાથે ચારની ધરપકડ , ગાંજાની ડિલિવરી સુરતના જંગલેશ્વરમાં રહેતા અર્જુન, દિલાવર અને પરેશ નામના ત્રણ શખ્સો લેવાના હતા

પ્રતીકાત્મક
છેલ્લા કેટલાય સમયથી રંગીલું રાજકોટ નશાના કાળા કારોબારનું હબ બની રહ્યું છે. અવારનવાર પોલીસ નશાના કારોબાર કરનારા શખ્સોને ઝડપી પાડી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. તેમ છતાં રાજકોટ શહેરમાં સમયાંતરે પ્રતિબંધિત નશીલા પદાર્થો ઝડપાય છે. ત્યારે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસે ૧૭.૫ કિલો પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે ભગવતી પરાના શખ્સ સહિત ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડયા છે. બી ડિવિઝન પોલીસ મથકના થાણા અમલદાર એમબી ઓસુરાએ જણાવ્યું હતું કે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈએફ ડામોરને તેમજ તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નાસીર હાસમભાઇ સિરમાન નામનો વ્યક્તિ સુરતથી ગાંજાનો જથ્થો લઈને રાજકોટ આવી રહ્યો છે. જે બાદ ગાંજાની ડિલિવરી જંગલેશ્વરમાં રહેતા ત્રણ શખ્સો જેમના નામ અર્જુન દિલાવર અને પરેશ છે તેઓ લેવાના છે. ત્યારે મુખ્ય આરોપી નાસીર રાજકોટ પહોંચે તેમજ અન્ય આરોપીઓ નાસીર પાસેથી પ્રતિબંધિત ગાંજાની આપલે થાય તેની પર વોચ પોલીસે ગોઠવી હતી. ત્યારે ચારેય આરોપીઓ ડિલિવરી અર્થે એકઠા થતા પોલીસે દરોડો પાડી ચારેયને ઝડપી પાડ્યા હતાં. તો સાથેજ ઘટના સ્થળ પરના ગુનાના કામે વપરાયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપી પાડેલા હાલ ચારેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી નાસીર સુરતથી કોની પાસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મેળવ્યો હતો. તેમજ રાજકોટ ખાતે તે અર્જુન, પરેશ તેમજ દિલાવર સિવાય અન્ય કોઈને પ્રતિબંધિત ગાંજાનો જથ્થો આપવાનો હતો કે કેમ, તે સહિતની બાબતો પર પૂછપરછ કરવામાં આવી રહી છે. તો સાથે જ અન્ય ત્રણ આરોપીઓ દિલાવર અર્જુન તેમ જ પરેશની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે, આખરે તેઓ છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારના નશાના કારોબાર ના ધંધા સાથે સંકળાયેલા હતા.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button