સુરતમાં યુવકની હત્યા બાદ લાશને દિવાલમાં ચણી દીધી ,ક્રાઈમ થ્રિલરને ટક્કર મારે એવી ઘટના
સુરતમાં યુવકની હત્યા બાદ લાશને દિવાલમાં ચણી દીધી ,ક્રાઈમ થ્રિલરને ટક્કર મારે એવી ઘટના
સુરતમાં ક્રાઈમ સીરિયલની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી એક ઘટના સામે આવી છે. સુરતનાં પાંડેસરાવિસ્તારમાં વર્ષ ૨૦૧૫માં થયેલી એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. પોલીસની આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અંગત અદાવતમાં યુવકની હત્યા કર્યાં બાદ આરોપીએ તેની લાશને દિવાલમાં ચણી દીધી હતી. આ ખુલાસાથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ ૨૦૧૫માં ૧૯ વર્ષીય શિવમ ઉર્ફે કિશનની હત્યા થઈ હતી. જેની હાલ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ અને એફએસએલની હાજરીમાં તપાસ ચાલી રહી છે. પણ આ હત્યાકાંડમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પાંડેસરા પોલીસે આ હત્યાકાંડમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે. જેણે પોલીસને જણાવ્યું કે, તેણે શિવમની હત્યા કરીને લાશ દિવાલમાં ચણી દીધી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને બાદમાં લાશને જે જગ્યાએ ચણી દેવામાં આવી હતી તે આશાપુરા વિભાગ-૩માં પોલીસ પહોંચી હતી. અને દિવાલ તોડવાની કામગીરી શરૂ કરી હતી. અને દિવાલમાંથી યુવકની લાશને બહાર કાઢી હતી. કિશનના પરિવારે ચાર વર્ષ પહેલાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસને આજે આ કેસમાં સફળતા મળી હતી. પોલીસ આ મામલે રાજુ બિહારી નામના આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે તેની વધુ પુછપરછ હાથ ધરી છે. અંગત અદાવતમાં કરાયેલ હત્યા બાદ લાશને દિવાલમાં ચણી દીધી હોવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/