કોરોના ની મહામારી વચ્ચે તેલ ના ખાદ્ય તેલના ભાવ આસમાને પોહ્ચ્યા, તહેવાર ટાણે વધારો થતા બજેટ ખોરવાશે, ખિસ્સા પર વધ્યું ભારણ!
દેશમાં જીવલેણ કોરોના મહામારી વચ્ચે તહેવારોની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ મહામારીના સંકટ વચ્ચે પ્રજા પર વદુ બોજો ઝિંકાયો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક બજારોમાં ગ્રાહકી વધતા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. નોંધપાત્ર છે કે સીંગતેલની ડિમાન્ડ વધતા રૂ. 20નો વધારો ઝીકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સીંગતેલના નવા ડબ્બાના ભાવ રૂ. 2240થી વધી રૂ. 2260 પર પહોંચ્યા છે.જ્યારે બીજી તરફ હાલ સીંગતેલના ભાવ રૂ. 2260થી 2280ની સપાટીએ પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે રૂ. 10 અને પામતેલનો ભાવ ડબ્બે રૂ.15નો વધારો થયો છે. ત્યારે કપાસિયા તેલનો ભાવ હાલ રૂ.1600 થી 1630 જયારે પામતેલનો ભાવ રૂ.1490 થી રૂ.1500 નોંધાયો છે. એક તરફ ઘાતક વાયરસના કારણે મોઁઘવારીએ માઝા મૂકી છે. ત્યારે બીજી તરફ દિવાળીના કહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ ભાવ વધારો સામાન્ય જનતાના ખિસ્સા પર ભારણ વધારશે. ઉલ્લેખનીય છે કે ભાવ વધારાથી ગૃહિણના બજેટ પર પણ ઉડી અસર જોવા મળશે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/