સાપુતારા વઘઇ આંતરરાજય ધોરીમાર્ગ પરના શિવારીમાળ અંધજન સ્કૂલ નજીકના વળાંકમાં બે કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ સાપુતારા વઘઇ રાજ્ય ધોરીમાર્ગ પરના અંધજન સ્કૂલ પાસે વઘઇ થી સાપુતારા તરફ પૂરપાટ ઝડપે આવી રહેલ હોન્ડા સીટી કાર ન GJ 15 ch 9773 સાપુતારા થી સેલવાસ તરફ જતી કાર ન DD 1 A 1086 સાથે ધડાકાભેર અથડાતા હોન્ડા સીટી કાર માર્ગ ઉપર ફંગોળાઈ પલટી મારી ગઈ હતી જ્યારે અન્ય કાર માર્ગ ઉપર રહેતા બન્ને વાહનોના ખુરદો બોલાઈ જવા પામ્યો હતો. જ્યારે બન્ને કાર ચાલકો સહિત પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
લેખરાજ સામાનાની
વઘઇ ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA