વર્ષો થી દારૂ ના ધંધા માં સંકળાયેલ મહેશ ઉર્ફે બુઢિયા ના 2 સાગરીતો ને જવાહરનગર પોલીસે દારૂ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા! મહેશ ઉર્ફે બુઢિયો ફરાર!
વર્ષો થી દારૂ ના ધંધા માં સંકળાયેલ મહેશ ઉર્ફે બુઢિયા ના 2 સાગરીતો ને જવાહરનગર પોલીસે દારૂ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા! મહેશ ઉર્ફે બુઢિયો ફરાર!
વડોદરા શહેર ની જવાહરનગર પોલીસે બાતમી ના આધારે રામપુરા ધનોરા ના ભથીપુરા વિસ્તાર માં રેઇડ કરી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો,
જવાહરનગર પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના માણસો ધર્મેન્દ્રસિંહ , ભુપેન્દ્રસિંહ, સુનિલ પટેલ તથા મુકેશ કુમાર નાઓ ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ હતી કે રામપુરા ના ભાથીપુરા વિસ્તાર માં એક ઘર માં વિદેશી દારૂ સંતાળેલ છે, બાતમી ના આધારે જવાહરનગર પોલીસ ના સ્ટાફે બાતમી મળેલ જગ્યા એ રેઇડ કરતા 2 ઈસમો ઝડપાયેલા બાતમી વાળી જગ્યા ની આજુ બાજુ તપાસ કરતા વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો,
પકડાયેલ આરોપી માંથી એકનું નામ મહેશ ઉર્ફે મહેન્દ્ર ભાઈલાલભાઈ ગોહિલ રહે,- ભથીપુરા રામપુરા ધનોરા તાજી વડોદરા. તથા બીજા આરોપી નું નામ હિતેશ ઉર્ફે સુખો પ્રવીણભાઈ પઢીયાર રહે,- ઉમેટિયા ફળિયું રામપુરા ધનોરા તાજી વડોદરા.
બંને આરોપીઓ ને વિદેશી દારૂ નો જથ્થો ક્યાંથી લાવ્યા તે પૂછતાં આરોપીઓ જણાવ્યું હતું કે વિદેશી દારૂ નો જથ્થો મહેશ ઉર્ફે બુઢિયા પાસેથી લાવ્યા હતા,
દારૂ નો જથ્થો આપનાર ઘણા વર્ષો થી મહેશ ઉર્ફે બુઢિયો દારૂ ના ધંધા માં સંકળાયેલો છે, પોલીસે જડપેલ દારૂ નો જથ્થો મહેશ ઉર્ફે બુઢિયા નો હતો,
પોલીસે બંને આરોપીઓ ની સઘન પૂછપરછ હાથ ધરી છે, તો બીજી તરફ મહેશ ઉર્ફે બુઢિયો તેના અન્ય સાગરીતો સાથે વિસ્તાર છોડી ને ફરાર થઈ ગયો છે, પોલીસે વિદેશી દારૂ સાથે કુલ 12,800/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જવાહરનગર પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
વધુ માં જો વધારે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે તો બીજો મોટો દારૂ નો જથ્થો બહાર આવી શકે છે!
પ્રાપ્ત વિગત અનુસાર મહેશ ઉર્ફે બુઢિયો વિદેશી દારૂ નું ખુબજ મોટા પ્રમાણ માં કટિંગ કરતો હોવાની વાતો પણ વહેતી થઈ છે!
ભૂતકાળ માં મહેશ ઉર્ફે બુઢીયાએ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં વિદેશી દારૂ નો ધંધો કરવા દારૂ ના વહીવટ માં જવાહરનગર પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ PI ઉપર બુટલેગર બુઢિયા એ એન્ટિકરપ્શન બ્યુરો ની રેઇડ કરાવીને જવાહરનગર પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ PI ને સસ્પેન્ડ કરાવ્યા હતા,
વધુ માં પ્રાપ્ત વિગત અનુસાર બુટલેગર બુઢીયો તેના અન્ય સાગરીતો સાથે તેના ઘર ની આજુબાજુ દાદાગીરી કરીને અન્ય ના ખેતરો માં વિદેશી દારૂ નો ધંધો કરતો હતો !?
થોડા દિવસો પહેલા ક્રિકેટ મેચ ના સટ્ટામાં પણ માથાભારે મહેશ ઉર્ફે બુઢિયા નું નામ ચર્ચાઈ રહ્યું હતું!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/