Uncategorized

વડોદરા. ના સયાજી હોસ્પિટલ પાસે આવેલા આરાધના સિનેમા નજીક ડમ્પરે સ્કોર્પીયો કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

શહેરના સયાજી હોસ્પિટલ પાસે આવેલા આરાધના સિનેમા નજીક સવારે 6 વાગ્યાના અરસામાં ડમ્પરે સ્કોર્પીયો કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મુંબઇની 30 વર્ષીય મહિલાનુ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક બાળક સહીત ત્રણથી ચાર લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે રાવપુરા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મુંબઇથી વડોદરા ખાતે લગ્નપ્રસંગમાં હાજરી પુરાવા માટે પરિવાર વડોદરા રેલ્વે સ્ટેશને આવ્યું હતુ. મહેમાનોને લેવા માટે સ્કોર્પીયો સહીત ત્રણથી ચાર ગાડીઓ વહેલી સવારે રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી હતી. જયાં મહેમાનોને લઇને તમામ ગાડીઓ રેલ્વે સ્ટેશનથી રવાના થઇ હતી. કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી કાળા રંગની સ્કોર્પીયો કાર નવાપુરા સ્થિત વિજય સોસ. ખાતે જવાનુ હોવાથી આરાધના સિનેમા વાળા રોડ પર નિકળી જ્યારે અન્ય કાર માંજલપુર તરફ રવાના થઇ હતી.

તેવામાં સવારે 6 વાગ્યાના અરસામાં આરાધના સિનેમા તરફ જઇ રહેલી સ્કોર્પીયો કાર એસબીઆઇ બેન્કની સામે પહોંચતા, ખાંસવાડી તરફ ટર્ન લઇ રહેલા ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા ધ્રુજારો અકસ્મત સર્જાયો હતો. અકસ્માતને પગલે કારની એક તરફનો આખો ભાગ ચકદાઇ ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મુંબઇના 30 વર્ષીય રિન્કુબહેનનુ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક માસુમ બાળક સહીત અન્ય ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે ડમ્પરની સ્પીડ વધુ હોવાથી કારની એક તરફનો દરવાજો ચકદાઇ ગયો હતો. જેથી ઇજાગ્રસ્તનો બહાર કાઢવા માટે કટર મશીન વડે કારનો દરવાજો કાપી બહાર કાઢવામાં આવ્યાં હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક બાળક સહીત ચાર લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલી રાવપુરા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button