રામપુરા ગામે કેન્સર થી પીડિત દર્દી ની ખબર જોવા આવેલ સંબંધી ઉપર જૂની અદાવત માં બુટલેગરો એ મારમારી કરી મારી નાખવાની ધમકી આપી ! પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી!
Demo Image
દારૂ ના ગુન્હા માં સંડોવાયેલ બુટલેગર મહેશ ઉર્ફે બુઢીયા અને તેના ભાઈ ઉપર જવાહરનગર પોલીસે ફરિયાદ ના આધારે ગુન્હો નોંધ્યો, સાથે સાથે તે સાંજે જ મહેશ ઉર્ફે બુઢિયા ના વિદેશી દારૂ સાથે તેના 2 સાગરીતો ઝડપાયા!
જવાહરનગર પોલીસ સ્ટેશન માં આવતા રામપુરા (ધનોરા) તા- 20/11/2020 ના રોજ બુટલેગર બુઢિયો અમે તેનો ભાઈ ઉપેન્દ્ર એ રામપુરા ના જગતપુરા વિસ્તાર માં કેન્સર પીડિત દર્દી ની ખબર જોવા આવેલ વ્યક્તિ ને જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો!
ફરિયાદી અનિલ ભુપતભાઇ ચાવડા રહે,- સીતાપુરા ગામ તાલુકો સાવલી જી- વડોદરા. તેઓ તારીખ 20/11/2020 ના રોજ ફોઈના છોકરા નરેશ સાથે રામપુરા ગામે નરેશ ના દાદા ને કેન્સર થયું હોવાથી તેઓની તબિયત જોવા માટે રામપુરા આવ્યા હતા, તે વાત ની જાણ મહેશ ઉર્ફે બુઢિયો અને તેના ભાઈ ઉપેન્દ્ર ને થતા બંને સાથે મળીને નરેશ સાથે ની જૂની અદાવત માં ફરિયાદી ને ગંદી ગાળો બોલી અને તેને ગડદાપાટુ માર મારેલ અને જાન થી મારી નાખવાની ધમકી આપી, જવાહરનગર પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
24 કલાક માં 2 અલગ અલગ ગુનાઓ નોંધાતા મહેશ ઉર્ફે બુઢીયો અને તેનો ભાઈ ફરાર થઈ ગયા છે,
પોલીસે બંને ની શોધખોળ હાથ ધરી, વધુ માં બુટલેગર બુઢિયો તેના વિસ્તાર માં મારામારી અને દાદાગીરી ના નાના મોટા ઝઘડા કરતો જ હોય છે!
એક તરફ રાજ્ય સરકાર દારૂ બંધી અંતર્ગત બુટલેગરો ઉપર અને ગુંડા એક્ટ અંતર્ગત ગુંડાઓ ઉપર લગામ લગાવવા અનેક પ્રયત્નો કરી રહી છે તો બીજી તરફ આવા ગુંડા બુટલેગરો બેફામ બન્યા છે!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/