આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

અમેરિકામાં ૧૧ કે ૧૨ ડિસેમ્બરે રસી આપવાનું કામ શરુ થશે ,અમેરિકામાં કોરોના રસી પર ગૂડ ન્યૂઝ

અમેરિકામાં ૧૧ કે ૧૨ ડિસેમ્બરે રસી આપવાનું કામ શરુ થશે ,અમેરિકામાં કોરોના રસી પર ગૂડ ન્યૂઝ

 

પ્રતીકાત્મક તસ્વીર

કોરોના વાયરસને હરાવવા માટે દુનિયાભરમાં રસીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કોરોનાની અમેરિકામાં સૌથી વધારે અસર થઈ છે. એવામાં એકમાત્ર આશાનું કિરણ કોરોનાની રસી જ છે. રવિવારે કોરોના વેક્સીનને લઈને અમેરિકામાં મોટી ખુશખબર આવી છે. વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં ૧૧ કે ૧૨ ડિસેમ્બરથી કોરોનાની રસી આપવાનું કામ શરુ થઈ શકે છે. શુક્રવારે અમેરિકાની દવા કંપની ફાઈઝર અને જર્મનીની તેની ભાગીદાર બાયોએનટેકે પોતાની કોરોના રસીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે અમેરિકાના ફૂડ અને ડ્રગ્સ વિભાગમાં અરજી કરી હતી અને તેના પર ૧૦ ડિસેમ્બરે બેઠક થવાની છે. અમેરિકામાં કોરોના વાયરસની રસી કાર્યક્રમના પ્રમુખ ડૉક્ટર મોનસેફ સ્લાઉએ કહ્યું કે અમારી યોજના મંજૂરી મળ્યાના ૨૪ કલાકની અંદર રસીને રસીકરણ માટે સ્થળ પર મોકલાવવાની છે, જેના આધારે મંજૂરી મળ્યાના બે દિવસ પછી ૧૧ કે ૧૨ ડિસેમ્બરથી રસીકરણનો કાર્યક્રમ શરુ થઈ જશે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, અમેરિકામાં ૧૨ મિલિયન કરતા વધારે કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. આ મહામારીથી અત્યાર સુધીમાં ૨ લાખ ૫૫ હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે. મોનસેફ સ્લાઉએ કહ્યું કે જો મંજૂરી મળી જશે તો તેના બીજા જ દિવસથી રસી ઉપલબ્ધ થઈ શકે છે. અમેરિકાની કંપની ફાઈઝરે જર્મનીની બાયોએનટેક સાથે મળીને આ વેક્સીન બનાવી છે. ફાઈઝર દુનિયાના એક દેશોની પહેલી દવા કંપની છે જેણે ત્રીજા ફેઝની સ્ટડીના પરિણામો જાહેર કર્યા છે. આ વેક્સીન ૯૫% સુધી અસરકારક હોવાનું સામે આવ્યું છે. ફાઈઝરની સાથે ભારતની કોઈ ડીલ નથી થયેલી. જો કોઈ ભારતીય દવા કંપની સાથે ફાઈઝર ડીલ કરે છે તો પોતે માર્કેટમાં ઉતરે છે, તો હવે એ જોવાનું રહેશે કે આ રસી અંગે ભારતમાં શું ર્નિણય લેવાય છે. રિપોર્ટ્‌સ મુજબ અમેરિકામાં ફાઈઝર ૨૦ ડૉલરમાં વેક્સીનનો એક ડોઝ આપે છે. એટલે કે લગભગ દોઢ હજાર રુપિયા થાય છે. ભારતમાં આ વેક્સીનના ડોઝની કિંમત ૨૦૦૦ રુપિયાની આસપાસ હોઈ શકે છે. ફાઈઝર માટે સૌથી મોટો પડકાર ભારતમાંથી ઓર્ડર મળે તો રસીને સ્ટોર કરવાનો છે. આખા ભારતમાં માઈનસ-૭૦ ડિગ્રી સેલ્સિયસની સુપર કોલ્ડ ચેન તૈયાર કરવી ઘણી મુશ્કેલ છે. કોરોના વાયરસનું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અનેક દેશ મહામારીને રોકવા માટે રસી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાથી કોરોના રસીને લઈને સારા સમાચાર આવ્યા છે અને વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં ૧૧ કે ૧૨ ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ શકે છે. અમેરિકામાં કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમના પ્રમુખ મોનસેફ સ્લાઉએ જણાવ્યું કે અમારી યોજના છે કે મંજૂરી મળ્યાના ૨૪ કલાકની અંદર રસીને રસીકરણ કાર્યક્રમ સ્થળોએ પહોંચાડવામાં આવે. મને આશા છે કે મંજૂરી મળ્યા બાદ ૧૧ કે ૧૨ ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ જશે. અમેરિકાની કંપની ફાઈઝર અને જર્મનની તેની ભાગીદાર કંપની બાયોએનટેકે કોરોના રસીના ઉપયોગની મંજૂરી લેવા માટે અમેરિકાના એફડીએમાં અરજી કરી છે. રસીની મંજૂરી પર ચર્ચા માટે એફડીએની રસી સંબંધિત સમિતિની ૮થી ૧૦ ડિસેમ્બર વચ્ચે બેઠક થવાની છે. અત્રે જણાવવાનું કે અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧.૨૫ કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે ૨.૬૨ લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૭૪.૫૨ લાખ લોકો સાજા થયા છે. પરંતુ હજુ પણ ૪૮.૭૩ લાખ એક્ટિવ કેસ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button