આરોગ્યગુજરાતદેશ દુનિયા

કોરોના સંદર્ભે સુપ્રીમ કોર્ટે ગુજરાતની ઝાટકણી કાઢી , કોરોનાને રોકવા શું પગલાં લીધા જણાવો : સુપ્રીમ

કોરોના સંદર્ભે સુપ્રીમ કોર્ટે ગુજરાતની ઝાટકણી કાઢી , કોરોનાને રોકવા શું પગલાં લીધા જણાવો : સુપ્રીમ

દિવાળી પછી દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે હવે આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સાથે સાથે આવા રાજ્યોની સરકારોને પણ આકરા સવાલો પૂછીને ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણની બેચ દ્વારા કેન્દ્ર સરકારને સવાલ કરવામાં આવ્યા છે કે, તેમણે દેશમાં કોરોનાના વધતા જતા કેસ સામે શું પગલાં લીધા છે. તે ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામમાં પણ વધતા જતા કેસના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેની માહિતી આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં લગ્ન સમારંભ અને જુદા જુદા સરઘસ તેમજ મેળાવડાની મંજૂરી બાબતે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે દેશમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ગુજરાતની સ્થિતિ કોરોના મામલે સૌથી ખરાબ છે અને તમે લોકોને ભેગા થવાની છૂટ આપો છો? સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે અમને જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ભયંકર બની રહી છે અને ડિસેમ્બરમાં તે વધુ ખરાબ બનશે તો અમે તમને પૂછવા માગીએ છીએ કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમે શું પગલા લીધા છે. તેમજ કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે શું કર્યું છે તે અંગે વિગતવાર જણાવો. સુપ્રીમ કોર્ટે ગુજરાત ઉપરાંત દિલ્હી રાજ્ય સરકારનો પણ કાન પકડતા કહ્યું કે દેશની રાજધાનીમાં જ જો સ્થિતિ બેકાબૂ હોય તો પછી અન્ય વિસ્તારોમાં શું હશે તેની અમે કલ્પના નથી કરી શકતા. દિલ્હીમાં બગડી રહેલી કોરોના સ્થિતિને લઈને રાજ્ય સરકારે શું પગલા ભર્યા છે તે અંગે જવાબ આપવા માટે કહ્યું છે. મહત્વનું છે કે રાજધાની દિલ્હીમાં રવિવારે ૬૭૪૬ લોકોનાં મોત થયાં. ૬૧૫૪ લોકો સાજા થયા અને ૧૨૧ લોકોનાં મોત થયાં. મોતનો આ આંકડો દેશમાં સૌથી વધુ રહ્યો. આ કેસમાં ૫૦ લોકોનાં મોતની સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે રહ્યું હતું. મહારાષ્ટ્રમાં આ આંકડો ૧૫ મે પછી સૌથી ઓછો છે. ત્યારે અહીં ૪૯ લોકોનાં મોત થયાં હતાં. દિલ્હીમાં આ પહેલાં ૧૮ નવેમ્બરે સૌથી વધુ ૧૩૧ દર્દીનાં મોત થયાં હતાં. દેશમાં રવિવારે ૪૪ હજાર ૪૦૪ કેસ નોંધાયો, ૪૧ હજાર ૪૦૫ દર્દી સાજા થયા અને ૫૧૦ લોકોનાં મોત થયાં. દેશમાં અત્યારસુધીમાં ૯૧.૪૦ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી ૮૫.૬૧ લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે અને ૧.૩૩ લાખ સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button