મહારાષ્ટ્રમાં પ્રવેશવા ૪ રાજ્યના યાત્રી માટે કોરોના ટેસ્ટ ફરજિયાત , દિલ્હી-NCR, ગુજરાત, રાજસ્થાન, ગોવાથી આવતા પ્રવાસીનો કોરોના ટેસ્ટ નેગટિવ હશે તો જ પ્રવેશ મળશે
મહારાષ્ટ્રમાં પ્રવેશવા ૪ રાજ્યના યાત્રી માટે કોરોના ટેસ્ટ ફરજિયાત , દિલ્હી-NCR, ગુજરાત, રાજસ્થાન, ગોવાથી આવતા પ્રવાસીનો કોરોના ટેસ્ટ નેગટિવ હશે તો જ પ્રવેશ મળશે
દિવાળી બાદ દેશભરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. અને કોરોના કેસોમાં ધરખમ ઉછાળો આવી રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે ફરીથી દેશભરના અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યૂ સહિતનાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેવામાં કોરોનાને લઈ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ એક આકરું પગલું ભર્યું છે. હવે ગુજરાત, રાજસ્થાન, એનસીઆર અને ગોવાથી મહારાષ્ટ્ર આવતાં તમામ લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ નિયમ રેલ્વે અને પ્લેનથી આવતાં મુસાફરો માટે પણ લાગુ કરવામાં આવ્યો છે.
કોરોના મહામારી પર નિયંત્રણ માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ પગલું લીધું છે. આ પગલાંની જાહેરાત કરતા મહારાષ્ટ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હવે દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાંથી હવે ફક્ત તે પ્રવાસીઓને જ મહારાષ્ટ્રમાં પ્રવેશની પરવાનગી મળશે જેમની પાસે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ હશે. આ શરત વિમાન અને ટ્રેન, બન્ને પ્રવાસીઓ પર લાગૂ પડશે. ફ્લાઇટની સ્થિતિમાં આ રિપોર્ટ લેન્ડિંગના ૭૨ કલાક પહેલા કરાવવો ફરજિયાત હશે જ્યારે ટ્રેન માટે આ સમયસીમા ૯૬ કલાકની રહેશે. સરકારના આદેશ મુજબ જો કોઈની પાસે આ રિપોર્ટ યાત્રા પહેલાં પાસે ન હોય તો તેઓને પોતાના ખર્ચ પર ટેસ્ટને ફરજિયાત રીતે કરાવવો પડશે. ટેસ્ટિંગ બાદ જ પ્રવેશની પરવાનગી આફવામાં આવશે. અને જો કોઈ પોઝિટિવ આવશે તો તેને સારવાર માટે ખસેડવામાં આવશે. કર્યો છે.ઉલ્લેખનીય છે કે, દિલ્હી સહિત અમુક રાજ્યોમાં કોરોના કેસોમાં થઈ રહેલાં વધારાને જોતાં સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોરોના દર્દીઓની સારવાર અને હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની શબની સાથે ગરિમાપુર્ણ વ્યવહારના મામલા પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને આસામમાં ઝડપથી વધતાં કોરોના કેસોના મેનેજમેન્ટ, દર્દીઓની સુવિધા સહિત અન્ય વ્યવસ્થાઓ પર સ્ટેટસ રિપોર્ટ બે દિવસમાં આપવા માટે આદેશ કર્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/