નંદેસરી માં વિજલાઈન તૂટી પડી, કરંટ લાગતા ત્રણ શ્વાનના મોત નિપજ્યા ! MGVCL ની ગંભીર બેદરકારી સામે આવી!
વડોદરા ની નંદેસરી GIDC માં આવેલ નંદેસરી પોલીસ સ્ટેશન પાસે વીજ લાઇન તૂટી જતા ત્રણ શ્વાન ના મોત નિપજ્યા,
નંદેસરી પોલીસ સ્ટેશન પાસે થી પસાર થતી MGVCL ની 11000 kv ની વીજ લાઇન આજ રોજ અચાનક જ તૂટી પડતા ત્રણ શ્વાન મોત ને ભેટ્યા , વીજ લાઇન તૂટતા સ્થાનિકો ના જીવ તારવે ચોટયા હતા, સદનસીબે મોટી જાનહાની ટળી હતી, નંદેસરી GIDC માં આવેલ કેમિકલ ઔદ્યોગિક એકમો ના નીકળતા ધુમાડો અને ડસ્ટ ના કારણે વીજ વાયરો કોહવાઈ જાય છે જેના લીધે વીજ વાયર તૂટી પડે છે, જો નંદેસરી MGVCL દ્વારા આમા કોઈ યોગ્ય પગલાં ભર્યા હોત તો આજે આ દુર્ઘટના ના સર્જાઈ હોત!
વીજ કંપની ની ગંભીર બેદરકારી સામે આવી છે, વીજ વાયર તૂટતા ત્રણ શ્વાન ના મોત થતા સ્થાનિકો માં રોષ અને ભય નો માહોલ સર્જાયો,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/