વડોદરા નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા ફાજલપુર મહીસાગર નદી માંથી 2 મૃતદેહ મળી આવ્યા ! પ્રેમ માં આત્મહત્યા !
પ્રાપ્ત વિગત અનુસાર નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા ફાજપુર મહીસાગર નદી માંથી એક યુવક અને એક યુવતી નો મૃતદેહ મળી આવ્યો સ્થાનિકો એ મૃતદેહ ને જોતા પોલીસ ને જાણ કરી, પોલીસે તરવ્યા ની મદદ થી મૃતદેહ ને નદી માંથી બહાર કાઢ્યા, મૃતક યુવક અને યુવતી વડોદરા ના ગોરવા વિસ્તાર ના વાલ્મીકિ નગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું! યુવક યુવતી ઘરે થી પરીવાર ની મંજુરી વિના ઘરે થી પ્રેમ પ્રકરણ માં ભાંગી ગયા હતા(ઘર છોડ્યું હતું), આ મૃતકો એ અગમ્ય કારણોસર મહીસાગર નદી માં છલાંગ લગાવી અમૂલ્ય જીવન સમાપ્ત કર્યું! મિત્રો નૈતિક સમાચાર (NS NEWS) વતી એક અપીલ કરવામાં આવે છે કે આ અમૂલ્ય જીવન કોઈ પણ સંજોગો માં આત્મહત્યા કરીને ના ટૂંકાવો, તમારો પરિવાર તમારી ઘરે રાહ જોતો હશે.
વધુમાં આ આનંદ વડોદરા ને જોડતા મહીસાગર નદી ઉપર બાંધેલ બ્રિજ ની આજુબાજુ રેલિંગ અને સિક્યુરિટી કેમેરા(CCTV) લગાવડાવવા પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુર દ્વારા વિચારણા કરવામાં આવી છે, તેઓ એ જણાવ્યું છે કે દિવસે ને દિવસે મહીસાગર નદી માં કેટલાય લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવે છે અને કેટલાય લોકો મહીસાગર નદી ના બ્રિજ ઉપર થી નદી ને પ્રદુષિત કરી રહ્યા છે, આ બનેં ના લીધે મહીસાગર નદી ઉપર બાંધેલ બ્રિજ ઉપર રેલિંગ ( સલામતી જાળી) લગાવવાથી કેટલાય ના જીવ બચી શકે છે, અને મહીસાગર નદી પ્રદુષિત થતી પણ અટકી શકે છે!
ધર્મપાલ ગોહિલ
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/