કોયલી થી નંદેસરી ને જોડતા રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ ! અવારનવાર અકસ્માત સર્જાય છે!
કોયલી થી નંદેસરી ને જોડતા રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ ! અવારનવાર અકસ્માત સર્જાય છે!
વડોદરા:30/11/2020
વડોદરા ના કોયલી નંદેસરી ને જોડતા રોડ ઉપર ઘણા સમય થી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે રાત્રે રાહદારીઓ ને ઘણો મુશ્કેલી નો સામનો કરવો પડી રહયો છે, આ રોડ ઉપર અવારનવાર અકસ્માત સર્જાયા કરે છે, સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી મોડી રાત્રે રાહદારીઓ મેં લૂંટ નો ભય સતાવ્યા કરે છે, રિલાયન્સ કંપની ના 7 નંબર ના ગેટ સામે ના રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે, વધુ માં આ જગ્યા માં રોડ પર વળાંક હોવાથી આ જગ્યા એ સ્પીડ બ્રેકર ની પણ જરૂર છે, નોટિફાઇડ વિભાગ ના અધિકારી અનવર સૈયદ સાથે ફોન પર વાત કરતા જણાવ્યું કે સ્ટ્રીટ લાઈટ ના ટાઈમર માં ખરાબી અને વધુ માં ઇલેક્ટ્રિક વિભાગ માંથી થ્રિ ફેઝ કનેક્શન ના આવવાથી લાઈટો બંધ રહે છે, સ્પીડ બ્રેકર વિશે પૂછતાં જણાવ્યું કે ગ્રામ પંચાયત ની અરજી અમારા વિભાગ માં આપી દો! એટલે અમો દ્વારા સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવશે!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/