આહવા ખાતે વિશ્વ એઇડ્સ દિનની કરાઈ ઉજવણી
આહવા: તા: ૧: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આહવા શાખા દ્વારા તા.૧લી ડિસેમ્બરે “વિશ્વ એઇડ્સ દિન” નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
ડાંગ સેવા મંડળ, આહવાના પરિસરમા કાર્યરત એકલવ્ય પ્રાયમરી સ્કુલ ખાતે આયોજિત આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રીમતી નયનાબેન પટેલ, અને મંત્રી શ્રી લાલુભાઈ વસાવાએ ઉપસ્થિત રહી “વિશ્વ એઇડ્સ દિન” અંગેની જાણકારી પૂરી પડી હતી. દરમિયાન “કોરોના” સહીત “એઇડ્સ” અને અન્ય બીમારીઓથી રાખવાની સાવધાની બાબતે પણ મહાનુભાવોએ સૌને જાગૃત કાર્ય હતા. કાર્યક્રમનુ સંચાલન સંસ્થાના કાર્યકર શ્રી હંસરાજ વસાવા દ્વારા કરાયુ હતુ. આભારવિધિ શ્રી ઈલુભાઈ પાડવીએ આટોપી હતી.
લેખરાજ સામનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/