આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

માસ્ક ન પહેરનારાને કોવિડ વોર્ડમાં સેવાની સજા પર રોક ,હાઈકોર્ટના આદેશને સુપ્રીમે પલટી નાંખ્યો

માસ્ક ન પહેરનારાને કોવિડ વોર્ડમાં સેવાની સજા પર રોક ,હાઈકોર્ટના આદેશને સુપ્રીમે પલટી નાંખ્યો

હાલમાં જ ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારી વ્યક્તિને કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં સેવા આપવાની સજાનો આદેશ બહાર પાડવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટના માસ્ક અંગેના ર્નિણયનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. હાઈકોર્ટના આ નિર્દેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલાની સુનાવણી આજે જ કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે સમાજ સેવાના આદેશ પર સ્ટે આપી દીધો છે. ગુજરાત હાઈકોર્ટના સમાજ સેવાના આદેશ પર સ્ટે આપતા સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે આ આદેશ અપ્રમાણસર છે અને તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. જોકે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે માસ્ક પહેરવું ફરજિયાત છે અને આદેશનો ભંગ કરનારને નિયમ મુજબ સજા થવી જોઈએ. રાજ્યમાં દિવાળી બાદથી જ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં માસ્ક પહેર્યા વિના ફરતા લોકોથી નારાજ ગુજરાત હાઈકોર્ટે તેમને કડક સજા કરવા સરકારને નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટ ગુજરાત સરકારને આપેલા નિર્દેશ મુજબ માસ્ક વિના પકડાતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ૫થી ૧૫ દિવસ સુધી ફરજિયાત ૫-૬ કલાક સુધી સેવા આપવા માટે કહેવામાં આવે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા હતા, જેમાં માર્કેટમાં પણ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પરિણામે કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. હાલની સ્થિતિમાં રાજ્ય સરકારના નિયમ મુજબ, માસ્ક પહેર્યા વિના પકડાતા વ્યક્તિને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. અમદાવાદ જેવા શહેરમાં માસ્ક વિના પકડાતી વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે અને જો તેઓ પોઝિટિવ નીકળે તો તેમને ત્યાંથી જ હોસ્પિટલમાં લઈ જવાય છે.
એવામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને આવા લોકોને વધુ કડક સજા આપવા માટે નિર્દેશ કર્યા હતા. જે મુજબ, મહામારીમાં પણ બેદરકાર બનીને માસ્ક વિના ફરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં જ અમુક દિવસ સુધી રોજ સેવા આપવાની સજા કરવામાં આવે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button