આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

લોનના સસ્તા ઈએમઆઈ માટે હજુ રાહ જાેવી પડશે ,વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં

લોનના સસ્તા ઈએમઆઈ માટે હજુ રાહ જાેવી પડશે ,વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં


ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની મંગળવારથી ચાલી રહેલી બેઠક બાદ આજે અગત્યની ઘોષણા કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ બેઠકના ર્નિણયોની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. સૌની નજર એ વાત પર હતી કે શું ઇમ્ૈં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરે છે અને લોકોની ઈસ્ૈં ઘટે છે કે નહીં. હાલમાં રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે, કેશ રિઝર્વ રેશિયો ૩% અને બેંક રેટ ૪.૨૫% છે. આરબીઆઈએ ડીસેમ્બરની મોનેટરી પોલિસીની સમીક્ષા બેઠકમાં ફરી એકવાર મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. આ ર્નિણય મોંઘવારીના ઉચ્ચ સ્તરને જોતાં લેવામાં આવ્યો છે. રિટેલ ફુગાવો અત્યારના સમયમાં સંતોષજનક સ્તરની ઉપર છે. આ સતત ત્રીજી વાર છે જ્યારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી ૬ સભ્યોની એમપીસીએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ ૪%, રીવર્સ રેટો રેટ ૩.૩૫%, કેશ રિઝર્વ રેશિયો ૩% અને બેંક રેટ ૪.૨૫%ના સ્તરે બરકરાર છે. રિઝર્વ બેંકે કોરોના કાળ દરમિયાન રેપો રેટમાં ૧.૧૫ ટકાનો ઘટાડો કર્યો છે. માર્ચથી અત્યાર સુધી રિવર્સ રેપો રેટમાં ૧.૫૫ ટકાનો ઘટાડો કર્યો છે. ૨૨ મેના રોજ રિવર્સ રેપો રેટ ૦.૪૦ ટકા ઘટાડીને ૩.૩૫ ટકા કરવામાં આવ્યો હતો. ૨૨ મે બાદ દરોમાં કોઈ ફેરફાર નથી થયો. રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર બરકરાર રહ્યો હતો. એક્સપર્ટ્‌સ મુજબ, ફુગાવો ઊંચો હોવાના કારણે રિઝર્વ બેંક નીતિગત દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે. ઉલ્લેખનીય છે કે, મોંઘવારી છેલ્લા અનેક મહિનાથી રિઝર્વ બેંકના સુવિધાજનક સ્તર ૪ ટકાથી ઉપર રહી છે. જોકે, જીડીપીના મોરચે થોડી રાહતની વાત છે. જુલાઈ-સપ્ટેમ્બરની આ નાણકીય વર્ષના ક્વાર્ટરમાં જીડીપીમાં ૭.૫ ટકાનો ઘટાડો આવ્યો છે, જે અનુમાનોથી ઓછો ઘટાડો છે. જૂનના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં ૨૩.૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. રિઝર્વ બેંકે ઓક્ટોબરમાં રજૂ મોનેટરી પોલિસીની સમીક્ષામાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દરમાં ૯.૫ ટકાના ઘટાડાનું અનુમાન છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button